Advertisement
Author: નોબત સમાચાર

પુત્રને મળવા જતાં દંપતીના બાઈકને મોટરની ટક્કરઃ મહિલાનું થયું મૃત્યુ

અન્ય બે અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણને ઈજાઃ

જામનગર તા. ૮: જોડિયાના રણજીતપરનું એક દંપતી ગઈકાલે ધ્રોલમાં અભ્યાસ કરતા પુત્રને મળવા માટે બાઈક પર જતું હતંુ ત્યારે ધ્રોલ પાસે મોટરે તેઓના બાઈકને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. ઢીંચડા રોડ પર એક પ્રૌઢના બાઈકને મોટરે ટક્કર મારી છે. ઉપરાંત નાસ્તો લેવા આવેલા પિતા-પુત્રને સ્કૂટર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જયો છે.

જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં રહેતા જેન્તીભાઈ બેચરભાઈ રાઠોડ નામના ૫૬ વર્ષના કડિયા પ્રૌઢ રવિવારે સવારે પોતાના ઘરેથી જીજે-૧૦-ડીબી ૧૬૭૫ નંબરના મોટરસાયકલમાં પત્ની જયોત્સનાબેન સાથે ધ્રોલ જવા માટે નીકળ્યા હતા.

આ દંપતીનો પુત્ર ધ્રોલ પાસેડેલ્ટા સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેને મળવા માટે માતા-પિતા ગઈકાલે રણજીતપરથી નીકળ્યા હતા. તેઓ જ્યારે ધ્રોલના માર્કેટિંગ યાર્ડ રોડ પર પહોંચ્યા ત્યારે અચાનક જ પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૩-એફકે ૫૭૫૮ નંબરની મોટરના ચાલકે ટક્કર મારતા આ દંપતી રોડ પર પછડાયું હતું. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા જયોત્સનાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. જેન્તીભાઈએ મોટરના ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર નજીકના ઢીંચડા રોડ પરથી શુક્રવારે રાત્રે બારેક વાગ્યે મોટરસાયકલ પર જઈ રહેલા શિવ ટાઉનશીપ-ર વાળા દેવશીભાઈ ડાયાભાઈ મકવાણા નામના પ્રૌઢને એચઆર-૫૧ એજી ૯૮૮ નંબરની મોટરના ચાલકે ઠોકર મારી દીધી હતી. ઈજા પામેલા દેવશીભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર હર્ષદમીલની ચાલી નજીક મહાવીરનગરમાં રહેતા સફાઈ કામદાર પિન્ટુભાઈ રમેશભાઈ પરમાર અને તેમનો પુત્ર માનવ ગઈકાલે સાંજે નાનકપુરી નજીક આરોગ્ય કેન્દ્ર પાસે નાસ્તાની એક લારીએ ઉભા હતા ત્યારે જીજે-૧૦-ડીડી ૭૯પ નંબરના સ્કૂટર ચાલકે પિતા-પુત્રને હડફેટે લેતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પિન્ટુભાઈ અને માનવને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે પિન્ટુભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh