Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ માટે

અમદાવાદ તા. ૮: રાજ્યના હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગત્ વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૮ ઈંચ સાથે સિઝનનો સરેરાશ ર૩ ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછાંયુ વાતાવરણ રહેશે. આજે (૮ જુલાઈ) એ વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ૯ જુલાઈ, ર૦ર૪ ના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ રહેશે. વરસાદની શક્યતા ઓછી રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડી શકે છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ૧૦-ર૦ કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી વધુ અનુભવાશે. મહત્તમ તાપમાન ૩૬ સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાદળછાંયુ વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા થોડી વધુ રહેશે. ઉત્તર ગુજરાતમાં વાદળછાંયુ વાતાવરણ રહેશે અને તાપમાન ૩ર સેલ્સિયસ આસપાસ રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ૧૦ જુલાઈએ કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૧ મી જુલાઈએ વાદળછાંયુ વાતાવરણ યથાવત્ રહેશે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

૧ર જુલાઈ (શુક્રવાર) એ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh