Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વત્ર પાણી જ પાણીઃ ટ્રેનો રદ્: વાહનવ્યવહાર ઠપ્પઃ સ્કૂલ-કોલેજો બંધ
મુંબઈ તા. ૮: દેશની આર્થિક રાજધાની અને મહારાષ્ટ્રના પાટનગર તથા સતત ર૪ કલાક ધમધમતા-મુંબઈમાં છ કલાકમાં બાર ઈંચ અનરાધાર વરસાદ ખાબકતા મહાનગરીમાં ચારેતરફ પાણી-પાણીની સ્થિતિ સર્જાઈ હતી.
ક્યારેય ઊંભ ન લેતી માયાતગરી મુંબઈની રફ્તાર વરસાદને કારણે ઊંભી ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદની અસર એ છે કે સ્થળોએ ઘૂંટણ સુધી પાણી છે. વરસાદના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રેનની અવરજવરને અસર થઈ છે. રસ્તાઓ પર પૂરના કારણે વાહનો ડૂબી રહ્યા છે. મુંબઈમાં રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કિંગ્સ સર્કલ પહેલા સાયન, માટુંગા અને ગાંધી માર્કેટના વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. કલ્યાણ-કસારા સેક્શનમાં, ખડાવલી અને ટિવટવાલા વચ્ચે લાંબી ટ્રાફિક જામ જોવા મળી હતી અને રવિવારે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આજે સવારે ૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં વિવિધ સ્થળોએ ૩૦૦ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. આજે પણ ભારે વરસાદની સંભાવના છે.
જો કે, મુંબઈને અત્યારે કોઈ રાહત મળવાની નથી. હવામાન વિભાગે આ અઠવાડિયે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઈમાં પણ આખી રાત ભારે વરસાદ થયો છે. આઈએમડી એટલે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ મુંબઈમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે. તે જ સમયે આજે રાત્રે તોફાન થવાની સંભાવના છે. ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં લોકલ ટ્રેનો ૧પ થી ર૦ મિનિટ મોડી ચાલી રહી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે સેન્ટ્રલ રેલવે લાઈન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો અને લોકલ ટ્રેનો વિવિધ સ્થળોએ રોકાઈ ગઈ છે. કોલોની-દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે.
મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં, રેલ વ્યવહારને પણ અસર થઈ છે.અનેક રૂટ પર ટ્રેનો રોકી દેવામાં આવી હતી. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં કાળાઓ, કોલેજો અને ઓફિસો પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
મુંબઈમાં બપોરે ૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી એટલે કે માત્ર ૬ કલાકમાં ૩૦૦ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. મુંબઈની તમામ શાળાઓ અને કોલીેજોમાં પ્રથમ સત્ર (બીએમસી વિસ્તારમાં) રજા જાહેર કરવામાં આવી છે. સ્થિતિની સમીક્ષા કર્યા પછી આગળ કોઈ નિર્ણય લેવાાં આવશે તેવું જાણવા મળે છે. અનેક નિચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. આ ઉપરાંત ઉપનગરીમાં રેલ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.
હવામાન કેવું રહેશે આઈએમડી એ રવિવારે માહિતી આપી છે કે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, આંતરિક કર્ણાટક, મરાઠવાડામાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન જોરદાર પવન અને વાવાઝોડું આવી શકે છે. તેમજ મધ્ય મહારાષ્ટ્રમાં ૯ થી ૧૧ જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. વિભાગે ૮ જુલાઈએ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial