Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પંથકના કેફી પીણાકાંડમાં આઠ શખ્સની ધરપકડઃ બારની શોધ

ઉત્પાદનથી માંડી વેચાણ સુધીની લીંક પોલીસે ભેદીઃ

ખંભાળિયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લા ૫ોલીસવડા નિતેશ પાંડેય દ્વારા આલ્કોહોલીક સીરપ પ્રકરણમાં અગાઉ પણ કેટલાક સીરપ ઉત્પાદનનું વેચાણ થા એજન્ટો સહિત મળતીયાઓને પણ પકડી વેચાણની ફેક્ટરી સુધીની ચેઈન આખી પકડવાનું રાજ્યમાં સૌપ્રથમ કાર્ય કરવામાં આવ્યું હતું. તે પછી તાજેતરમાં ખંભાળિયામાં ફરી મોટો જથ્થો મળતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. ઉપરાંત ૨૦ શખ્સની આખી ચેઈન સામે ફરિયાદ દાખલ કરાઈ હતી.

દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શનમાં પીઆઈ ટી.સી. પટેલને તપાસનીશ તરીકે મુકવામાં આવ્યા હતા. તેમણે ઉંડી તપાસ હાથ ધરી ૨૦ શખ્સમાંથી ખંભાળિયા, ભાવનગર, રાજકોટ, વડોદરા, મુંબઈ, વાપી સહિના દૂર દૂરના વિસ્તારોમાંથી પકડી પાડ્યા હતા જે પછી હજુ ૧૨ શખ્સને પકડવાના બાકી હોય તેમને પણ પકડવા ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

દ્વારકાના પીઆઈ ટી.સી. પટેલ સાથે એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, ખંભાળિયા પીઆઈ બી.જે. સરવૈયા, એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયા, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, વી.બી. પીઠીયાની ટીમ પણ જોડાઈ છે. આખું આલ્કોહોલીક સીરપના ઉત્પાદનથી વેચાણ સુધીનું નેટવર્ક તથા તેમાં સંકળાયેલાને પકડવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh