Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'યહ મેરા ઉસુલ હૈ... મૈં ઘર મેં ઘૂસ કર હી મારતા હૂં'
લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન સંદર્ભમાં આભાર પ્રસ્તાવની ચર્ચા દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણું બધું બોલ્યા.. તેમના પ્રવચન દરમ્યાન વડાપ્રધાન, ગૃહપ્રધાન સહિત સાત-આઠ મંત્રીઓએ વચ્ચે બોલવું પડે તેવી સ્થિતિ સર્જાઈ... પણ રાહુલ ગાંધી તો બસ બોલતા જ રહ્યા. તેમણે હિન્દુઓના સંદર્ભમાં કરેલી ટીપ્પણીઓનો વિવાદ ભાજપે સમગ્ર દેશમાં ચગાવ્યો... ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થયા...
પણ... રાહુલ ગાંધીના એક વાકયએ ભાજપના નેતાઓને જે ખુલ્લો પડકાર ફેંકયો તેનાથી હિન્દુઓ સંદર્ભની ટીપ્પણીઓ કરતા પણ વધારે ચોટદાર અસર થઈ હોવાનું સમજાય છે.
રાહુલ ગાંધીએ તેમના પ્રવચનમાં ભરી સંસદમાં બેધડક ભારપૂર્વક કહ્યું કે, 'લીખલો.... આગામી ચૂનાવમાં હમ ગુજરાતમેં ભાજપ કો હરાએંગે' બસ.. થોડીવાર તો ગૃહમાં સન્નાટો ફેલાઈ ગયો... રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવની ચર્ચામાં આવો મુદ્દો રાહુલે શા માટે ઉછાળ્યો?
પણ ત્યાર પછી સોશ્યલ મીડિયામાં અને રાજકીય વર્તુળોમાં પંચાયત બેઠકોમાં રાહુલ ગાંધીના આ વાકયને 'શાન' ફિલ્મના અમિતાભના ડાયલોગ સાથે સરખાવવામાં આવી રહ્યો છે!
ગુજરાત તો વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાનનું હોમ સ્ટેટ છે. સતત ત્રીજી વખત ગુજરાતના આ બન્ને નેતાઓની કદાચ સૌથી વધુ મહેનતના કારણે જ કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર રચાઈ છે. ગુજરાત તો ભાજપનો સમગ્ર દેશમાં સૌથી મજબૂત ગઢ ગણાય છે. ગુજરાતમાં છેલ્લા રપ-૩૦ વરસોથી ભાજપનું શાસન છે. લગભગ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર યાર્ડો, સંગઠનો ઉપર ભાજપનો કબજો છે. જો કે ર૦૧૪ અને ર૦૧૯ માં લોકસભાની ર૬માંથી ર૬ બેઠકો જીતનાર ભાજપને આ વખતની ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં એક બેઠક ગુમાવવી પડી છે. તેમ છતાં ઓવરઓલ ગુજરાતમાં સર્વત્ર ભાજપ જ છવાયેલું છે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનની ભાજપની નેતાગીરીએ ગંભીરતાપૂર્વક નોંધ લીધી હોય તેમ જણાય છે અને એટલે જ કદાચ સમગ્ર ભાજપના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ભાજપ દ્વારા રાહુલ વિરૂદ્ધમાં ઉગ્ર પ્રદર્શનો થયા... હિન્દુ વિરોધી ટીપ્પણી તો કદાચ મુદ્દો હશે જ.. પણ ખરેખર તો ગુજરાતમાં ભાજપ રાહુલના 'ઘરમે ઘુસ કર હરાએંગે..'ના નિવેદન સામેનો જ રોષ હોવાની વધુ શકયતા છે. અને કદાચ આવનારા સમયમાં ગુજરાતમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસની કોઈપણ હરકત સામે આ પ્રકારના ઉગ્રતમ પ્રદર્શનો થતા રહે તો નવાઈ નહી...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial