Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર્ષદપુરના વૃદ્ધાને આવ્યો હૃદયરોગનો હુમલોઃ
જામનગર તા. ૮: લાલપુરના ખીરસરામાં એક પરપ્રાંતીય તરૂણને ઉંઘની હાલતમાં હૃદયરોગનો હુમલો આવતા તેનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે હાપાના યુવાનને છાતીમાં દુખાવો ઉપડયા પછી તેઓનું પણ મૃત્યુ થયું છે. ઉપરાંત ખંભાળિયાના હર્ષદપુરના વૃદ્ધાને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
લાલપુર તાલુકાના ખીરસરા ગામમાં આવેલા હસમુખભાઈ પંડ્યાના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના કાપસી ગામના વતની શક્તિભાઈ સરદારભાઈ દાવર નામના ૧૭ વર્ષના તરૂણના પિતા સરદારભાઈ ગમારસિંગ દાવરે તે ખેતર ભાગમાં વાવવા માટે રાખ્યું હતું.
તે ખેતરમાં શુક્રવારની રાત્રે નિદ્રાધીન થયેલા શક્તિભાઈ શનિવારની સવારે નહીં ઉઠતા તેઓને દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં આ તરૂણનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. તેમના પિતા સરદારભાઈએ પોલીસને જાણ કરી છે.
જામનગર નજીકના હાપા ગામમાં રહેતા પ્રકાશભાઈ રાણાભાઇ છૈયા નામના ૩૮ વર્ષના આહિર યુવાન ગઈ તા.૨૯ના દિને પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના પિતા રાણાભાઇ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા પુરીબેન ધનજીભાઈ ખાણધર (ઉ.વ.૮૫) નામના વૃદ્ધાને શુક્રવારે રાત્રે છાતીમા દુખાવો ઉપડતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ વૃદ્ધાનું હૃદયરોગનો હુમલો આવવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ભરતભાઈ ખાણધરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial