Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નજીક વરસાદનો વરતારો જાણવા સદીઓ જુની પરંપરાઃ
જામનગર તા. ૮: જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા છે. અષાઢ, મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરિયા કૂવામાં રોટલા પધરાવી વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. ગ્રામજનોની હાજરીમાં પૂજા-અર્ચન પછી આ વિધિ સંપન્ન થઈ હતી અને સારા ચોમાસાના એંધાણ મળ્યા હતાં.
આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ-નગારાની સાથે ઉમટી પડે છે. ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે. ત્યારપછી કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા-અર્ચના થાય છે અને ત્યારપછી ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે? તેનું અનુમાન કરવામાં આવે છે.
આ વખતે રોટલો કૂવાની વચ્ચોવચ પડી ઈશાન ખૂણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ વર્ષે ૧૪ થી ૧૬ આની રહેશે એટલે કે મોડું વાવેતર છતા પાછોતરા વરસાદ સમયે વર્ષે, સારૂ રહેશે અને મબલખ પાક ઉપરશે. તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો હતો.
આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. સદીઓ પૂર્વે ભાત લઈને જતી એક મહિલાના હાથમાંથી ચોક્કસ શખ્સે રોટલો ઝુંટવી લીધો હતો, જેને લઈને ગામ ઉપર આફત આવી હતી. આફત નિવારણ થઈ ત્યારથી આ રસમ દર વર્ષે ચાલી આવતી હોવાનું ગ્રામજનો કહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial