Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના ગીંગણી ગામમાં પ્રસરી ગમગીનીઃ
જામનગર તા. ૮: જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા એક મહિલાના સાડા ત્રણ વર્ષ જેટલા લગ્ન સમય પછી પણ તેઓને સંતાનની પ્રાપ્તિ ન થતાં આ મહિલાએ શનિવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા કિંજલબેન દીપકભાઈ અમૃતિયા ઉર્ફે કૃપ્તાબેન પટેલ નામના ૨૯ વર્ષના પરિણીતાએ શનિવારે સવારે પોતાના ઘરે છતમાં રહેલા પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
તેની જાણ થતા અન્ય પરિવારજનોએ આ મહિલાને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ તે પહેલા કિંજલબેનનું મૃત્યુ નિપજ્યું હતું. રાજકોટમાં રહેતા નિકુંજ કાંતિલાલ ગરાળાએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી નિકુંજભાઈનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ કિંજલબેનના લગ્ન સાડા ત્રણેક વર્ષ પહેલાં દીપકભાઈ રાજેશભાઈ અમૃતિયા સાથે થયા પછી આ દંપતીને સંતાનની પ્રાપ્તિ થઈ ન હતી તેના કારણે વ્યથિત રહેતા આ મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. ઈન્ચાર્જ પીઆઈ એમ.એલ. ઓડેદરાએ તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial