Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંબંધીના અવસાન પછી રહેતા હતા ગુમસુમઃ
જામનગર તા. ૮: જામનગરના નાનકપુરી વિસ્તારમાં રહેતા સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ગઈકાલે રણજીતસાગર ડેમમાં ભૂસકો મારી દીધો હતો. તેઓનો મૃતદેહ ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો છે. મૃતકના એક સંબંધીના અવસાન પછી તેઓ ગુમસુમ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરના રણજીત સાગરમાં ગઈકાલે બપોરે એક યુવાન પડી ગયેલા જોવા મળ્યા હતા. તેઓને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી. ફાયરના જવાનોએ આ યુવાનને બહાર કાઢી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસને મૃતદેહનો કબજો સોંપી આપવામાં આવ્યો હતો.
આ યુવાન જામનગરના નાનકપુરી વિસ્તારમાં આવેલા સદ્ગુરૂ ચોકમાં રહેતા પ્રકાશભાઈ નામોમલ રાજપાલ (ઉ.વ.૫૫) હોવાનું ખૂલ્યું છે. સાડીના વ્યવસાયી સાથે સંકળાયેલા આ યુવાને રણજીત સાગરમાં ઝંપલાવી લઈ આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવાનના સંબંધીનું ચારેક દિવસ પહેલાં અવસાન થયું હતું. તે પછી ગુમસુમ રહેતા પ્રકાશભાઈ ગઈકાલે સવારે પોતાના ઘરેથી સ્કૂટર પર નીકળ્યા હતા અને બપોરે ઘેર પરત નહીં ફરતા તેમના ભાઈ સહિતના પરિવારજનો શોધખોળ કરતા હતા જેમાં તેમનું સ્કૂટર રણજીતસાગર ડેમના પાર્કિંગમાં જોવા મળ્યું હતું. તે પછી દડિયા ગામના સરપંચ રાજેશભાઈને સાથે રાખી પ્રકાશભાઈની શોધ કરવામાં આવતી હતી જેમાં આ યુવાન ડેમમાં પડ્યા હોવાની શંકા પડતા ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. તેમાં બપોરે ત્રણેક વાગ્યે પ્રકાશભાઈએ ડેમમાં કૂદકો માર્યાનું જણાઈ આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial