Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેઝન્ટેશન દ્વારા અપાયુ ગાઈડન્સ
જામનગર તા. ૮: કસ્ટમ હાઉસ સિક્કા તથા સમજુ દેશી સોસાયટીના સંયુકત ઉપક્રમે ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને 'સે-નો-ટુ-ડ્રગ્સ' ના સંદેશ સાથે કાયદાકીય સમજ અપાઈ હતી.
આજે યુવાનોમાં ડ્રગ્સ દ્વારા નશાનું પ્રમાણ વધતું જાય છે જે સમાજને અંદરથી ખોખલો અને નિર્માલ્ય બનાવી રહ્યું છે. ખાસ કરીને ટીનેજરો જાગૃતિના અભાવે ડ્રગ્સ માફિયાઓ તેમજ તેમના પેડલરોની જાળમાં ફસાઈને સફળ શિકાર બને છે. આ સંજોગોમાં ડ્રગ્સ વિશે યુવાનોમાં અને ખાસ કરીને અપરિપકવ તરૂણોને ડ્રગ્સના દૂષણ વિષે માહિતગાર કરવા અત્યંત જરૂરી બન્યું છે. ભાંગ, ચરસ, ગાંજો, એમ.ડી. ડ્રગ્સ, હેરોઈન, કોકેઈન, સિન્થેટીક, ડ્રગ્સ, એલએસડી જેવા જુદા જુદા નશાકારક પદાર્થો વિશે તલસ્પર્શી જાણકારી આપવી તેમજ આવા પદાર્થો રાખવા અને નશો કરવા બદલ ફટકારવામાં આવતા દંડ અને આકરી સજા વિશે યુવાવર્ગને જાણકારી આપવી અત્યંત જરૂરી બની છે.
આ ઉમદા હેતુ સાથે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ તેના દરેક કસ્ટમ ફોર્મેશનમાં તારીખ ૧ર જૂન થી ર૬ જૂનને ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા પખવાડિયા તરીકે ઉજવે છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓને સાંકળીને રેલી, સેમિનાર, વોકેથોન, વર્કશોપ, સ્ટ્રીટ શો વગેરે જેવા કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાય છે. આ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લાના સિક્કા ગામમાં આવેલ ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં કસ્ટમ હાઉસ, સિક્કા અને સમજુ દેશી સોસાયટી (એનજીઓ) ના સંયુકત ઉપક્રમે 'ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા' વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ ૧૦ થી ૧ર ના આશરે ૧રપ જેટલા વિદ્યાર્થીઓને કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પ્રોજેકટ દ્વારા પ્રેઝન્ટેશન આપ્યું તેમજ વિદ્યાર્થીઓના જિજ્ઞાસાભર્યા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા. તથા એનજીઓના કિશન અભાણીએ વિદ્યાર્થીઓને કાયદાકીય સમજ આપી સેમિનાર પછી એનજીઓ દ્વારા બાળકોને સુવેનિયર તરીકે 'સે-નો-ટુ-ડ્રગ્સ' ના સંદેશ સાથેની પેન આપવામાં આવી હતી.
આ સેમિનારમાં કસ્ટમ હાઉસ સિક્કાના આસિસ્ટન્ટ કમિશનર કૌશિકકુમાર વડાલીયા તેમજ ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ એમ.એમ. બામરોટીયા તેમજ એસડીસીસીએલ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ નીરજ તથા શિક્ષકો સર્વશ્રી મુકેશ ભટ્ટ, રવિ ચૌહાણ તથા શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ વસંતભાઈ ગામેતી, હરદીપસિંહ જાડેજા, ઉત્તમ ભલસોડ અને કસ્ટમ ઈન્સ્પેકટર સુરેન્દ્ર પ્રતાપ સિંઘ, ગૌરવ જૈન તથા વિવેકકુમાર તથા સિક્કાના પુનિતભાઈ બુજડે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ સેમિનારનું પરિકલ્પન તથા સંચાલન કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ સંજીવ જાનીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial