Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મહિલાની ભરણપોષણની અરજી અંગેનો કેસ રિમાન્ડ કરાયોઃ ખર્ચનો આદેશ રદ્દ

ફેમિલી કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં કરાઈ હતી અપીલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના એક મહિલાએ પતિ સામે કરેલા દાવામાં ભરણપોષણ માટે અરજી કરતા ફેમિલી કોર્ટે અરજી નામંજૂર કરી ખર્ચ ચૂકવવાનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે વડી અદાલતમાં અપીલ કરાતા કેસ રિમાન્ડ કરવામાં આવ્યો છે અને ખર્ચનો હુકમ રદ્દ કરાયો છે.

જામનગરના અવનીબેન દિલીપભાઈ માકડ નામના મહિલાએ ગાંધીનગરના કલોલમાં રહેતા પતિ કુંજલભાઈ મુન્શી સામે જામનગરની અદાલતમાં ચાલુ દાવામાં ભરણપોષણ માંગતી અરજી કરી હતી. ફેમિલી કોર્ટે તે અરજી નામંજૂર કરી અવનીબેનને ખર્ચ ચૂકવી આપવા હુકમ કર્યાે હતો.

તે હુકમથી વ્યથિત અવનીબેને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં જામનગર ફેમિલી કોર્ટનો ભરણપોષણની અરજીનો નામંજૂર કરતો હુકમ રદ્દ કરી સમગ્ર કેસ રિમાન્ડ કરવામાં આવ્યો છે અને ખર્ચ ચૂકવવાનો હુકમ પણ રદ્દ કરાયો છે. અરજદારણ તરફથી વકીલ જે.ડી. પંડયા, નીધિ પંડયા, જાગૃતિબેન વ્યાસ, કલ્પનાબેન વ્યાસ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh