Advertisement
Author: નોબત સમાચાર

વીજ કંપની સામે ચાલતા ખેડૂત આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ

જોડીયા તાલુકાના વાવડી ગામે

                                                                                                                                                                                                      

ફલ્લા તા. ૨૪: ફલ્લા નજીકના જોડીયા તાલુકાના વાવડી ગામે ચાલતું વીજ કંપની સામેનું આંદોલન અવરિત ચાલુ રહ્યું છે. ખેડૂતો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. આ આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ છે. જુદા-જુદા ગામના ગ્રામજનો આ આંદોલનને ટેકો આપી રહ્યા છે.

ગ્રામજનો આ આંદોલનમાં જોડાવા માટે સત્યાગ્રહ છાવણી તરફ આગળ વધ્યા ત્યારે તેમનું 'જય જવાન, જય કિસાન' ના નારા લગાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ે આ આંદોલનમાં વાવડી, રામપર, લીંબુડા, હડીયાણા, નેશડા, હમાપર, જાબીડા, આમરા તથા કાલાવડ પંથકના ગામોના ખેડૂતોએ પણ જોડાઈને મુલાકાત લઈને ટેકો જાહેર કર્યો છે.

તંત્ર અને વીજ કંપનીની દાદાગીરી સામે આમરણાંત ઉપવાસ વાવડી ગામના સરપંચ સહિત સાત આગેવાનો જોડાયા છે. વાવડી ગામે આવેલ રામદેવજી મહારાજના મંદિરે ઉપવાસ છાવણીની મુલાકાત અનેક ખેડૂતોએ લીધી હતી. જ્યાં સુધી વીજ કંપનીઓ તરફથી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આ ખેડૂત આંદોલન દિવસે-દિવસે વ્યાપક અને  ઉગ્ર બની રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh