Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીનું આયોજન

તા.૨૫ ઓગસ્ટથી તા. ૩૧-ઓગસ્ટ સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: ગુજરાત રાજ્ય સંસ્કૃત         બોર્ડ,  ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના આયોજન હેઠળ સંસ્કૃત ભાષા, ભારતીય જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી જામનગરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

રાજયભરમાં તા. રપ થી ૩૧ ઓગસ્ટ, ર૦ર૬ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષા પ્રત્યે જનજાગૃતિ અને ગૌરવની ભાવના કેળવવાનો તેમજ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.

સંસ્કૃત ગૌરવ યાત્રા

તા. રપ-૮-ર૦ર૬, મંગળવારના સાંજે પ વાગ્યે શ્રી એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ, જામનગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતપ્રેમીઓ તથા નાગરિકોની ભાગીદારી સાથે સંસ્કૃત ગીતો, સુભાષિતો અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાના સંદેશ સાથે યાત્રા યોજાશે.

સંસ્કૃત સંભાષણ દિવસ

તા. ર૭-૮-ર૦ર૬ ના બપોરે ૩ વાગ્યે શ્રી જે.કે. સોની કન્યા વિદ્યાલય, જામનગરમાં સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે દૈનિક જીવનમાં સંસ્કૃત ભાષાના ઉપયોગ અને તેના પ્રચાર-પ્રસાર અંગે વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.

સંસ્કૃત સાહિત્ય દિવસ

તા. ર૯-૮-ર૦ર૬ ના સવારે ૧૦ વાગ્યે શાંતિનગર વિદ્યાલય, જામનગરમાં સંસ્કૃત સાહિત્ય દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત સાહિત્ય, ભારતીય જ્ઞાન પરંપરા અને પ્રાચીન ગ્રંથોની સમૃદ્ધિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાશે.

ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ અને જામનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમોમાં શહેરના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતજ્ઞો તેમજ નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમોને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh