Advertisement
Author: નોબત સમાચાર

જોગવડ પાટીયા પાસે ઝડપાયેલા ડ્રગ્સ અંગેના કેસમાં આરોપીઓના જામીન મંજૂર

ત્રણ શખ્સની કરાઈ હતી ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર-ખંભાળિયા હાઈવે પર જોગવડ પાટીયા પાસેથી ત્રણ મહિના પૂર્વે બે શખ્સ રૂ।.પોણા ત્રણ લાખના ડ્રગ્સ સાથે પકડાયા પછી અન્ય એક આરોપીની પણ ધરપકડ કરાઈ હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે ગઈ તા.૩-પ-ર૬ના દિવસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી હરજીતસિંગ ગુરૂદીપસિંગ મજદી અને અજીઝશા આશકશા નામના બે શખ્સને પકડી પાડી તલાશી લેતા આ શખ્સો પાસેથી રૂ।.પોણા ત્રણ લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ શખ્સોની પૂછપરછમાં કુલવીન્દરસિંગ ગુરૂદીપસિંગનું નામ ખૂલ્યું હતું. ત્રણેયની ધરપકડ કરાઈ હતી. જેલ હવાલે થયેલા આરોપીઓએ એનડીપીએસ કોર્ટમાં જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે ત્રણેયને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપીઓ તરફથી વકીલ કિરણભાઈ બગડા, પાર્થ બગડા, જયન ગણાત્રા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh