Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા
ખંભાળિયા તા. રરઃ ખંભાળિયામાં નબળા કામો તથા નિયમ વિરૂદ્ધના કામો માટે જાણીતું છે. ડામર રોડ, સી.સી. રોડ બન્યાના થોડા જ સમયમાં તૂટી જવા, ખાડા પડવા તથા ખુદ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટીસો આપવા કાર્યવાહી કર્યાનું તથા કોન્ટ્રાક્ટરે કામો રીપેર કર્યાનું ઓન પેપર છે, ત્યારે બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન જતા રસ્તાના કામમાં નબળી ગુણવત્તા અંગે કોંગ્રેસ અગ્રણી કપિલ ભંડેરીની ફરિયાદ થતા રાજ્ય મુખ્યમંત્રી કાર્યાલય, ન.પા. નિયામક ગાંધીનગર, પ્રાદેશિક ન.પા. નિયામક તથા પ્રાદેશિક ન.પા. ઈજનેર દ્વારા કામોની ચકાસણી કરવા ગુણવત્તા ચેક કરવા હુકમો થયા હતાં. તેમ છતાં સ્થાનિક પાલિકા તંત્રને જાણે કંઈ અસર ના થઈ હોય, તેથી વિવાદ તથા ફરિયાદોવાળા કામોની ગુણવત્તા ચકાસણી કરવાના પગલાં લેવાના બદલે બીલોના તાકીદે ચૂકવણા થાય છે. ખંભાળિયા પાલિકાનો વહીવટ મુખ્યમંત્રી કચેરીના વહીવટથી ઉપર હોવાની અનોખી છાપ ઊભી થઈ છે. કોંગ્રેસ દ્વારા આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરી રજૂઆત કરવા અને જરૂર પડ્યે કોર્ટમાં ફરિયાદ કરવા પણ તજવીજો શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial