Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિપડાનો વીડિયો વાયરલ
જામનગર તા. ર૪: જામનગર જિલ્લામાં સિંહ, દિપડાના આંટાફેરા વધ્યા હોવાથી ખેડૂતો-ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તાજેતરમાં જામજોધપુર પંથકમાં દિપડો જોવા મળ્યો હોવાના વાવડ છે, જેનો વીડિયો પણ વાયરલ થતા વન વિભાગ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે, જો કે બરડા પંથકમાં દિપડાનો વસવાટ હોવાનું પણ જણાવાયું છે.
જામજોધપુર પંથકના જંગલ વિસ્તારમાં દિપડો હોવાની ચર્ચાથી ગ્રામજનો-ખેડૂતોમાં ભય ફેલાયો છે. કોઈએ વીડિયો પણ વાયરલ કર્યો છે, જેમાં દીપડાના આંટાફેરા જોવા મળે છે.
આ વીડિયો મોટી ભરડકી પંથકનો હોવાનું જાણવા મળે છે, જો કે સતાપર, સડોદર, સીમ સહિતના વિસ્તારમાં દિપડાનો વસવાટ હોવાનું જાણવા મળે છે.
જો કે, અધિકારીના જણાવ્યા મુજબ આ દિપડાની કોઈ રંજાડ નથી. હજુ સુધી કોઈને નુક્સાન કર્યુ નથી, આમ છતાં વન વિભાગ પેટ્રોલીંગ કરી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial