Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૧ ટકા વરસાદની ઘટ ધરાવતા
જામનગર તા. ર૪: જામનગર જિલ્લામાં વરસાદની ગંભીર અછત સર્જાા ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઊઠી છે. જામનગર જિલ્લામાં અંદાજે ૭૧ ટકા વરસાદની ઘટ નોંધાઈ હોવાનું જણાવી જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને જિલ્લામાં વરસાદની અછતના કારણે ખેડૂતો સામે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે વરસાદની અછતને કારણે ખેતીના પાકને નુક્સાન થવાની ભીતિ ઊભી થઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, ઘાસચારો અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને જરૂરી રાહત સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, પ્રદેશ અગ્રણી પાલભાઈ આંબલિયા, જીવણભાઈ કુંભરવડિયા જે.પી. મારલિયા સહિતના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો વિગેરે જોડાયા હતાં અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા માંગ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial