Advertisement
Author: નોબત સમાચાર

કર્મચારીનગર પાસે ઝૂંપડામાં રહેતા પરિણીતા દ્વારા ગળાફાંસા પછી સારવારમાં થયું મૃત્યુ

વાંસજાળીયામાં યુવાનને હૃદયરોગ ભરખી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના લાલપુર બાયપાસ નજીક ઝૂંપડામાં રહેતા એક પરિણીતાએ દસેક દિવસ પહેલાં અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધા પછી તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામજોધપુરના વાંસજાળીયાના યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલા કર્મચારીનગર નજીકના ઝુંપડામાં વસવાટ કરતા દિનેશભાઈ લાલાભાઇ બારીયા નામના ભીલ યુવાનના ૨૦ વર્ષની પત્ની મનીષાબેને ગઈ તા.૧૦ની સવારે કોઈ અગમ્ય કારણથી પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગળા પર ઈજાના નિશાન જોઈ ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સારવારમાં રહેલા મનીષાબેનનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે તેમના પતિ દિનેશ લાલાભાઇનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં રહેતા ૨૭ વર્ષના જયસુખભાઈ ધનજીભાઈ ચૌહાણ નામના કોળી યુવાનને ત્રણેક વર્ષથી ડાયાબિટીસની બીમારી લાગુ પડી હતી. તે દરમિયાન તા.૨૧ની રાત્રે આ યુવાનને ગભરામણ થવા લાગી હતી તે પછી સારું થઈ ગયું હતું. તે પછી શનિવારે સવારે જ્યારે જયસુખભાઈ પોતાના ઘરે બાથરૂમ તરફ જતા હતા ત્યારે અચાનક શ્વાસ ચડતા અને ચક્કર આવી જતા ઢળી પડ્યા હતા. આ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી તેઓનું હ્ય્દયરોગનો હુમલો આવી જતા મૃત્યુ નીપજ્યાનુ જાહેર થયું છે તેમના પત્ની બંસીબેન ચૌહાણે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh