Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાસત્તાની મહાદશાઃ સત્તાવાર કારણ જાહેર થયું નથીઃ
ન્યૂયોર્ક તા. ર૪: ન્યૂયોર્કના બફેલો નિયાગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેટ ક્યુઅલ ખૂટી પડતા અફરાતફરી મચી છે. ઈંધણની અછતને કારણે વિમાનોમાં રિફ્યુઅલિંગ ઠપ્પ થતા અનેક ફ્લાઈટ્સ અટવાઈ પડી છે. આ ગંભીર સ્થિતિને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક નોટામ ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે. એરલાઈન્સને નજીકના એરપોર્ટ પરથી ઈંધણ ભરવા સૂચના અપાઈ છે. ઈંધણ ખૂટવાનું કારણ હજુ અસ્પષ્ટ છે.
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના ચીક્ટોવાગા શહેરમાં આવેલા 'બફેલો નિયાગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ' પર અચાનક જેટ ક્યુઅલ (એવિએશન ઈંધણ) ખૂટી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
એરપોર્ટ પર ઈંધણની અછતને કારણે વિમાનોમાં રિફ્યુઅલિંગ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ લે, જેના કારણે અનેક વિમાનો જ્યાં હતાં ત્યાં જ અટવાઈ પડ્યા છે. આ પરિસ્થિતિ ગંભીર બનતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત જ 'નોટામ' જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં જ્યારે પણ કોઈ એરપોર્ટ, રનવે અથવા એરસ્પેસમાં અસામાન્ય કે અસ્થાયી ઈમરજન્સી સ્થિતિ ઊભી થાય અને પાયલટોને ઊડાન ભરતા પહેલા તેની જાણ કરવી જરૂરી હોય, ત્યારે નોટામ જાહેર કરવામાં આવે છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર આ સ્થિતિને પગલે યુએસની અગ્રણી એરલાઈન્સે પોતાના પાયલટોને ખાસ નિર્દેશ આપ્યા છે. જો કોઈ વિમાન બફેલો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરફ જઈ રહ્યું હોય અથવા ત્યાં લેઓવર કરીને આગળનું ફ્યુઅલ ભરવાનું આયોજન હોય, તો તેણે નજીકના પાડોશી એરપોર્ટ પર રોકાઈને પૂરતું ક્યુઅલ ભરી લેવું અથવા વધારાનું ઈંધણ સાથે રાખીને જ ઊડાન ભરવી.
બફેલો નિયાગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ કદમાં નાનું હોવાથી ત્યાં પાઈપલાઈન દ્વારા નહીં, પરંતુ ફ્યુઅલ ટેન્કર ટ્રકો દ્વારા જેટ ફ્યુઅલ પહોંચાડવામાં આવે છે. હાલમાં ફ્યુઅલ ખૂટી જવાનું કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ નિષ્ણાતોના મતે લોકલ ટર્મિનલના ઈક્વિપમેન્ટમાં કોઈ ખામી સર્જાઈ હોઈ શકે છે અથવા તો ફ્યુઅલની ગુણવત્તા સંબંધિત કોઈ સમસ્યાના કારણે સપ્લાય રોકવામાં આવી હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial