Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'મારી દીકરીને માર ખાવા નથી મોકલી' કહી હલ્લોઃ
જામનગર તા. ૨૪: જામનગરના નાઘેડી ગામમાં સપ્તાહ પૂર્વે ખંભાળિયાથી ધસી આવેલા એક મહિલાએ પોતાના વેવાણ પર હુમલો કરી ઢીકાપાટુનો માર મારવા ઉપરાંત હાથના અંગુઠામાં બચકુ ભરી લઈ નખ ભાંગી નાખ્યો હતો. જમાઈએ સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામમાં ગૌશાળા પાસે વસવાટ કરતા ઈમરાનભાઈ ગુલમામદભાઈ પતાણી નામના યુવાન ગઈ તા.૧૨ની સાંજે પોતાના ઘરે હતા ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામમાં વસવાટ કરતા તેમના સાસુ ગુલબાનુબેન સલીમભાઈ મથુપોત્રા ધસી આવ્યા હતા.
આ મહિલાએ ઇમરાનભાઈના ઘરે આવી તેના માતા હાજરાબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી. તેઓએ મારી દીકરીને અહીં માર ખાવા માટે મોકલી નથી તેમ કહી ગાળાગાળી કર્યા પછી ઝપાઝપી શરૂ કરી હતી અને વેવાણ હાજરાબેનને ઢીકાપાટુથી માર મારી હાથના અંગૂઠામાં બટકુ ભરી નખ તોડી નાખ્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઇમરાનભાઈએ પંચકોશી બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial