Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૬ વર્ષ પહેલાંના કેસમાં અદાલતનો આદેશઃ
જામનગર તા. ૨૨: જામનગરના કસ્ટમ વિભાગે વર્ષ ૧૯૯૦માં સલાયાના કાળુભાર ટાપુ પાસે દુબઈથી આવેલા એક વહાણમાંથી દાણચોરીનું સોનુ પકડી પાડ્યું હતું. જે તે વખતે ૧૭ સામે ગુન્હો નોંધાયો હતો. જેમાંથી ૮ સામે વોરંટ અરજી અપાયા પછી આરોપીઓએ જામીન અરજી કરી હતી. તે અરજી કસ્ટમ વિભાગના ખાસ પીપીની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે નામંજૂર કરી છે.
જામનગરના કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે ગઈ તા.૬-૧ર-૯૦ના દિને કસ્ટમ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તા.૮ના દિને સલાયાના કાળુભાર ટાપુ પાસે એક વહાણ જોવા મળતા તે વહાણ ઉભુ રખાવાયંુ હતું. દુબઈથી આવેલા આ વહાણને જામનગરના નવા બંદરે ખસેડાયા પછી ખલાસી તથા ટંડેલની પૂછપરછ કરાતા વહાણના એન્જિન માટે ડીઝલની ટાંકીમાં દાણચોરીનું સોનુ હોવાની વિગત ખૂલી હતી.
તે ટાંકીને ખાલી કરાવાતા તેમાંથી ર૭ બેલ્ટ અને સાત જેકેટમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. પૂછપરછમાં મમુમિયાં પંજુમિયાં સાથે આ શખ્સો સંકળાયેલા હોવાનું ખૂલ્યું હતું. આ બાબતે તપાસ શરૂ થયા પછી ૧૭ શખ્સના નામ ખૂલતા વર્ષ ૧૯૯રમાં જામનગર અદાલતમાં ફરિયાદ દાખલ કરઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે અમૂક આરોપીઓને દોષિત ઠરાવી સજા ફટકારી હતી. તે પછી આ કેસ હાઈકોર્ટથી જામનગરની અદાલતમાં રિમાન્ડ થઈને આવ્યો હતો. તે પછી જ્યુરીડીક્શનના કારણથી ખંભાળિયાની અદાલતમાં ટ્રાન્સફર થયો હતો.
તે કેસમાં કસ્ટમ વિભાગના ખાસ પીપી જમન ભંડેરી દ્વારા મમુમિયાં પંજુમિયાં, ઓસમાણ દાઉદ કારા, હુસેન કાસમ સંઘાર, સતાર અબ્બાસ કારા, જુનુસ અબ્દુલ સંઘાર, કાસમ બચુ સંઘાર, રઝાક જાકુ મોદી, અનવર અયુબ કારા સામે વોરંટ અરજી કાઢવામાં આવી હતી. આરોપીઓએ તે અન્વયે જામીન અરજી કરી હતી. તેની સુનાવણીમાં ખંભાળિયા અદાલતે આરોપીઓની જામીન અરજી રદ્દ કરી આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial