Advertisement
Author: નોબત સમાચાર

જોડીયાના વાવડીના ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી

વીજલાઈન સામે ખેડૂતોનો સત્યાગ્રહ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના વાવડી ગામમાં વીજલાઈન વાડી-ખેતરમાંથી પસાર કરવાના મુદ્દે ચાલતા ખેડૂત સત્યાગ્રહ-ઉપવાસ આંદોલનમાં વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી. આથી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

જોડીયા તાલુકાના ખેડૂતોના વાડી-ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરવા માટે થાંભલા ઊભા કરવાની તજવીજ શરૂ થતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. રામદેવપીરજી મંદિર નજીક કિસાન સત્યાગ્રહ છાવણી ઊભી કરી ખેડૂતો દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જ્યાં વધુ એક ખેડૂતની તબિયત લથડતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને સારવાર  આપવામાં આવી હતી. જ્યાં સુધી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ખેડૂત સત્યાગ્રહને વાવડી ઉપરાંત નજીકના ગામોના ખેડૂતોએ પણ ટેકો જાહેર કર્યો છે. ખેડૂતોએ જણાવ્યા મુજબ તેઓ વિકાસનો વિરોધ કરતા નથી પરંતુ પોતાની રજૂઆત સાંભળી યોગ્ય સંવાદ કરવો જોઈએ. થોડા દિવસ પહેલા પણ એક ખેડૂતની તબિયત બગડયા પછી હવે બીજા ખેડૂતની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે, સરકાર હજુ સુધી કોઈ સમાધાનની પહેલ કરી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh