Advertisement
Author: નોબત સમાચાર

દિગ્વિજય પ્લોટમાં અવાવરૂ દુકાનમાંથી ૯૬ બોટલ દારૂ કબજેઃ લતીપરમાંથી ૯૬ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

દારૂ પકડવા સાત દરોડામાં આઠ શખ્સ ૧૦૭ બોટલ તથા ૧૧૫ ચપલા સાથે મળી આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના ઢીંચડા રોડ પરથી બે શખ્સ દારૂની બે બોટલ સાથે ઝડપાયા છે. પ૮-દિગ્વિજય પ્લોટમાં એક અવાવરૂ દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલ ઝડપાઈ છે. ધ્રોલના લતીપરમાંથી ૯૬ ચપલા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે. એરપોર્ટ ગેઈટ પાસેથી મોટરમાં ચાર બોટલ લઈને જતો એક શખ્સ મળી આવ્યો છે. લાલવાડીમાં મકાનમાંથી ૧ર ચપલા કબજે કરવામાં આવ્યા છે.

ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શનિવારે રાત્રે લતીપર રોડ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહૃાું હતું. ત્યારે લાલપુર ચોકડી નજીકથી જીજે-૧૦-ઈજી ૬૮૪ નંબરનું હોન્ડા કંપનીનું સાઈન મોટરસાયકલ પસાર થયું હતું. તે મોટરસાયકલને રોકાવી પોલીસે તેમાં જઈ રહેલા ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વિજયસિંહ ગુણવંતસિંહ જાડેજા ઉર્ફે પીન્ટુભા નામના શખ્સની તલાસી લેતા આ શખ્સ પાસે રહેલા કોથળામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૯૬ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા તથા મોટરસાયકલ કબજે કરી પીન્ટુભાની ધરપકડ કરી છે. આ શખ્સએ પોતાના સાગરીત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગણેશપુર ગામમાં એક ખેતરમાં વસવાટ કરતા કેમટા નરસિંહ મેહડાનું નામ આપ્યું છે.

જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા માણેકનગરની શેરી નં.રમાં એક શખ્સના મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે શનિવારે સાંજે ત્યાં આવેલા વિપુલ સુખલાલ ઢાપા ઉર્ફે જોની નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. રિક્ષા ડ્રાઈવીંગ કરતા આ શખ્સના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૧૨ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી જોનીની ધરકડ કરી છે. આ શખ્સે પોતાના સાગરીત હાપાના અનિલ અમરશી મેરનું નામ આપ્યું છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં ગોળના ગોડાઉન પાસે એક અવાવરૂ દુકાનમાં દારૂની બોટલો પડી હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના સ્ટાફે ગઈકાલે બપોરે ધવલ દીપકભાઈ જાદવ નામના શખ્સના મકાનમાં રહેલી દુકાનમાં દરોડો પાડતા ત્યાંથી બે જુદી જુદી બ્રાંડની ૯૬ બોટલ મળી આવી હતી. પોલીસે ધવલની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે શંકરટેકરીમાં રહેતા રમેશ મંગળદાસ હરવારા ઉર્ફે રમલા મારૂતી, યશ મંગે, ભાવિક ભદ્રા ઉર્ફે છાબાના નામ આપ્યા છે.

ધ્રોલના વાલ્મિકીવાસના ખૂણા પાસેથી ગઈકાલે બપોરે નાથાલાલ ભગવાનજી પરમાર નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના સાત ચપલા સાથે ઝડપાઈ ગયો છે. પોલીસે ચપલા તથા મોબાઈલ કબજે કર્યા છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી ગામ પાસે નાગાર્જુન પેટ્રોલપંપ પાસે ગઈકાલે બપોરે પસાર થતાં મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના અચલપુર ગામના શ્રવણ રવજીરામ કોદરી નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી.

જામનગરના એરપોર્ટ ગેઈટ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતી જીજે-૩-કેપી ૨૦૮૬ નંબરની મોટરને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા રૂ।.૧ લાખની મોટર મળી રૂ।.૧,૧૫,૯૧૨નો મુદ્દામાલ કબજે કરી પોરબંદરના મેહુલ પ્રવીણચંદ્ર થાનકી નામના શખ્સની ધરપકડ કરી છે.

જામનગરના ઢીંચડા રોડ પર નિલકંઠ પાર્કના ઢાળીયા પાસેથી ગઈકાલે સાંજે તિરૂપતિ સોસાયટીની શેરી નં.૪માં રહેતો પુષ્પરાજસિંહ મંગળસિંહ જાડેજા તથા સાધના કોલોનીમાં રહેતો અમર પ્રફુલભાઈ પટેલ ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ઝડપાઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh