Advertisement
Author: નોબત સમાચાર

''નોબત''ના અહેવાલનો પડઘો

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૪: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા તથા જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા શહેરની મહિલાઓને વિશેષ ભેટ આપવામાં આવી છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને સ્નેહના આ તહેવારને વધુ આનંદમય અને યાદગાર બનાવવા માટે રક્ષાબંધનના દિવસે જામનગર ઈ-બસ સેવામાં મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રક્ષાબંધનના દિવસે શહેરની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમજ પરિવારજનોને મળવા સરળતાથી અને સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી છે. આ દિવસે મહિલાઓ જામનગર ઈ-બસમાં કોઈ પણ ભાડું ચૂકવ્યા વિના મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી રક્ષાબંધનના પર્વની ખુશીમાં વધુ વધારો થશે અને શહેરની બહેનોને જાહેર પરિવહન સેવાનો વિશેષ લાભ મળી શકશે.

જામનગર સિટી બસ સેવા દ્વારા શહેરના નાગરિકોને સુરક્ષિત, સુવિધાજનક અને પરવડે તેવી જાહેર પરિવહન સેવા પૂરી પાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. ઈ-બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડીને નાગરિકોને સરળ અને સુવિધાજનક પરિવહન ઉપલબ્ધ કરાવવાના હેતુથી કાર્યરત છે.

રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી આ વિશેષ પહેલ અંતર્ગત વધુમાં વધુ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે સરળતાથી અને સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. તહેવારના દિવસે મહિલાઓને મુસાફરીના ખર્ચમાંથી રાહત મળે અને તેઓ પોતાના ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરી શકે તે હેતુથી આ સુવિધા આપવામાં આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકા તથા જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા શહેરની તમામ બહેનોને રક્ષાબંધન પર્વની  શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સાથે જ મહિલાઓને આ વિશેષ નિઃશુલ્ક ઈ-બસ મુસાફરીની સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh