Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ માસના બીજા સોમવારે ભોળેશ્વરમાં ઉમટયા પદયાત્રીઓઃ
શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે લાલપુર રોડ પર આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે જામનગર શહેરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તોએ પદયાત્રા શરૂ કરી હતી. રવિવારની મોડી રાતથી જ 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે શિવભક્તોના પગલાં લાલપુર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. જામનગરથી ભોળેશ્વર મહાદેવ સુધી શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પદયાત્રા કરીને દર્શન કરવાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે. જેના પગલે શ્રાવણના બીજા સોમવારની પૂર્વસંધ્યાએ રવિવારની રાત્રિથી જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી શિવભક્તો પદયાત્રામાં જોડાયા હતા. ભક્તો ભોળેશ્વર મહાદેવના દર્શન માટે શ્રદ્ધાભેર પગપાળા નીકળી પડ્યા હતા. જામનગર-લાલપુર ધોરી માર્ગ પર પદયાત્રીઓની સંખ્યા વધતા વિવિધ સ્થળોએ શિવભક્તોની સેવા માટે સેવા કેમ્પો પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં પદયાત્રીઓ માટે પ્રસાદ, ચા-પાણી સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાત્રિના સમયે લાંબી પદયાત્રા કરતા શિવભક્તોને માર્ગમાં જરૂરી સુવિધા મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ તથા શિવભક્તો દ્વારા સેવા આપવામાં આવી રહી છે. દરમિયાન, પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર હોમગાર્ડઝના જવાનો દ્વારા પણ સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. રાત્રિના અંધકારમાં પદયાત્રીઓ વાહનચાલકોને સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતનો ભય ટાળી શકાય તે હેતુથી હોમગાર્ડઝના જવાનો દ્વારા પદયાત્રીઓના વસ્ત્રો તથા અન્ય સ્થળોએ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની સેવા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial