Advertisement
Author: નોબત સમાચાર

બે નિવૃત્ત તલાટીમંત્રી સામે રેવન્યુ રેકર્ડમાં ચેડાની ફરિયાદ

રજીસ્ટરમાં ચેડા કરી ખોટા રેકોર્ડનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે સરકારી જમીન રેકોર્ડ તથા ૭/૧૨માં ખોટા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી ગેરરીતિ કર્યા અંગે બે નિવૃત્ત તલાટી મંત્રી સામે ખંભાળિયા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ કરતા ભારે ચર્ચા જાગી છે.

ખંભાળિયા તાલુકા વિકાસ અધિકારી નવીનચંદ્ર લાખાભાઈ બેડીયાવદર દ્વારા વાડીનારના તત્કાલિન તલાટી તંત્રી બી.એન. વાઘેલા નોકરી કાર્યકાળ તા.૧-૪-૨૦૦૩થી તા.૨૨-૧૦-૨૦૦૩ તથા આરોપી નં.ર એસ.એમ. મોટાણી નોકરી કાર્યકાળ તા.૨૩-૧૦-૨૦૦૩થી તા.૩૧-૫-૨૦૦૫ તથા તપાસમાં જે અન્ય ખૂલે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૬૦ની ૪૬૬, ૪૬૮,૪૭૧ તથા ૧૨૦ (બી) કાવતરૂ કરવું તથા ૩૪, ૪૦૯મુજબ ફરિયાદ કરવામાં આવી છે કે, આ આરોપીઓએ તેમના તલાટીમંત્રી તરીકે નોકરીકાળ દરમિયાન વાડીનાર ગામના જૂના રે.સ.નં.૧૭૦ તથા ૧૭૨ના મૂળ રેવન્યુ રેકર્ડ ગામ નમૂના ૭/૧૨ તથા ફેરફાર નોંધોમાં જૂના રે.સ.નં.૧૭૦માંથી નવા રે.સ.નં.૯૧ તથા ૨૧૦ અને જૂના રે.સ.નં.૧૭૨ પૈકી એ માં નવા રે.સ.નં.૨૧૧ દર્શાવી જાહેર સરકારી રેવન્યુ રેકર્ડમાં ડમી અને ખોટા પાના ઉભા કરી તે ખોટા રેકર્ડનો ઉપયોગ કરી તથા આવા આ ઉભા કરેલા દસ્તાવેજો ખોટા હોવાનંુ જાણવા છતાં સાચા તરીકે તેનો ઉપયોગ કરી છેતરપિંડી કરી એકબીજાને મદદગારી કર્યા અને ગુન્હો કર્યાની ફરિયાદ કરી છે.

ખંભાળિયાના ઈતિહાસમાં આવી રીતે તલાટીમંત્રીઓ દ્વારા આવી રીતે રેવન્યુ રેકર્ડમાં ચેડા કરી ખોટું રેકોર્ડ ઉભુ કરી તેનો ઉપયોગ કર્યાનો પ્રથમ કેસ છે જે અંગે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી મીત રૂદલાલના માર્ગદર્શનમાં વાડીનાર પોલીસ ઈન્સ. ટી.સી. પટેલ તથા સ્ટાફ દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામા આવી છે. પોલીસને બનાવમાં ઉભા કરાયેલા ખોટા દસ્તાવેજો મળ્યા છે જેના પરથી ખોટી રીતે ઉભા કરાયેલા દસ્તાવેજોનો કોના નામથી ક્યા પ્રકારે ઉપયોગ થયો તેની વિગતો પરથી અનય આરોપીઓના નામ પણ બહાર આવશે જેમણે આ કામ માટે બંને તલાટીઓને લોભ લાલચ આપી ખોટા રેકોર્ડ ઉભા કર્યા તથા તેનો ઉપયોગ શું થયો? શું નાણાકીય લાભ લીધો કેટલો લીધો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાડીનાર નજીક નયારા કંપની આવેલી હોય જમીનના ભાવ કરોડોના છે ત્યારે ૨૧ વર્ષ પહેલાં થયેલું આ મીન કૌભાંડ નીકળતા ભારે ચર્ચા જાગી છે તથા આ કૌભાંડ કેટલા લોકોને દઝાડશે તે પણ ચર્ચાનો વિષય મનાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh