Advertisement
Author: નોબત સમાચાર

મુંગણીમાં પાણીના પ્રશ્ને સરપંચને એક શખ્સે ગાળો ભાંડી કમર પટાથી માર માર્યાે

જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના મુંગણી ગામમાં એક શખ્સે નળનું પાણી આવતું ન હોવાથી વાલ્વમેન તથા સરપંચને ગાળો ભાંડ્યા પછી સરપંચને પાણીના ટાંકા પાસે બોલાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતી ગાળો આપી કમરપટાથી માર માર્યાે હતો.

જામનગર નજીકના સિક્કા પાસે આવેલા મુંગણી ગામમાં રહેતા દેવજીભાઈ માલાભાઈ પરમાર નામના પ્રૌઢ પર ગઈકાલે સવારે દીપકસિંહ હરૂભા કંચવા નામના શખ્સે કમર પર પહેરવાના પટાથી હુમલો કરી દેવજીભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ દીપકસિંહના ઘર પાસે નળનું પાણી પુરતી માત્રામાં આવતું ન હોવાથી તેણે વાલ્વમેન માલાભાઈને ગાળો ભાંડી હતી અને સરપંચ દેવજીભાઈને પણ ગાળો આપી હતી. તે પછી ગઈકાલે સરપંચ દેવજીભાઈને ફોન કરીને બોલાવી પાણીના ટાંકા પાસે લઈ જઈ ગાળો ભાંડ્યા પછી તને સરપંચ બનાવ્યો એટલે બહુ હવા આવી ગઈ છે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી કમર પટાથી દેવજીભાઈને ફટકાર્યા હતા. પોલીસે દીપકસિંહ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh