Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલ દ્વારા
જામનગર તા. ૨૪: જામનગર જિલ્લા સહકારી બેંકને ગુજરાતની ન્યુઝ ચેનલ દ્વારા બેંકિંગ ક્ષેત્રે તેની પ્રગતિશીલ કામગીરી, નવીન અભિગમ અને વિકાસયાત્રાની નોંધ લઈ પ્રતિષ્ઠિત 'ઈમેજીંગ બેંકિંગ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવી છે. રાજ્યના આ સહકાર ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્ય સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગરિમામય સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો.
જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની સતત પ્રગતિ, આધુનિક બેંકિંગ તરફના અભિગમ, ટેકનોલોજી આધારિત સેવાઓ તથા ગ્રાહકકેન્દ્રિ કામગીરીની મહત્ત્વપૂર્ણ ઓળખરૂપ આ ગૌરવ હાંસલ થતાં રાજ્યસ્તરના સહકારી ક્ષેત્રમાં તેની નોંધ લેવાશે.
જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલના દૂરંદેશી દૃષ્ટિકોણ, સકારાત્મક અભિગમ અને પ્રગતિશીલ વિચારસરણી હેઠળ, બોર્ડ ઓફ ડિરેકટર્સના સતત માર્ગદર્શન, સહકાર અને સભાસદોના વિશ્વાસથી બેંક વિકાસ અને પ્રગતિના નવા આયામો સર કરી રહી છે, તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ એવોર્ડ સ્વીકારતા બેંકના જનરલ મેનેજર અને કાર્યવાહક સી.ઈ.ઓ. ડો. મૌનીલ હાથીએ જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક પરિવાર માટે જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રના સહકાર ક્ષેત્ર માટે અત્યંત ગૌરવની બાબત છે. આ એવોર્ડ કોઈ એક વ્યક્તિ કે એક વિભાગની સિદ્ધિ નથી, પરંતુ બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન એન સમગ્ર બેંક પરિવારની સંયુક્ત મહેનત, નિષ્ઠા, સમર્પણ અને ટીમવર્કનું પરિણામ છે. તેમણે વધુમાં કહ્યું કે "આ સન્માન બેંકના તમામ ગ્રાહક, ખેડૂત, સભાસદ, કર્મચારી, અધિકારીગણ તથા સમગ્ર હિતધારક પરિવારના વિશ્વાસ, સહકાર અને યોગદાનનું પ્રતિબિંબ છે. ખેડૂતો અને ગ્રાહકોનો વર્ષોથી મળતો વિશ્વાસ, કર્મચારીઓની અથાગ મહેનત, બોર્ડનું માર્ગદર્શન અતે તમામ હિતધારકોનો સહકાર, આ તમામ એકસૂત્રતાથી આ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી શક્યા છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial