Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના 'હર ઘર તિરંગા' કાર્યક્રમ સાથે દેશભક્તિનો માહોલ

નેતાઓએ ઘેર-ઘેર જઈને લગાવ્યા ઝંડા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, પરબતભાઈ ભાદરકા તથા રાજુભાઈ ભરવાડના માર્ગદર્શનમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમથી સમગ્ર દ્વારકા જિલ્લાના દસેય ભાજપ મંડળો દ્વારા તિરંગા ઉત્સવ હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાના કાર્યક્રમો કરીને સમગ્ર દ્વારકા જિલ્લામાં તિરંગાયુક્ત દેશભક્તિનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. ખંભાળીયા શહેરમાં મોટી સંખ્યામાં તિરંગા તથા દાંડી સાથે શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ જોશી, મહામંત્રીઓ હસુભાઈ ધોળકીયા, મુકેશભાઈ કાનાણી તથા અગ્રણીઓ દ્વારા બજારમાં દુકાને દુકાને તથા દરેક વોર્ડમાં ઘેર-ઘેર જઈને તિરંગા લગાવ્યા હતા. ભાજપના ધારાસભ્યો મૂળુભાઈ બેરા, પબુભા માણેક, જિ.પં. પ્રમુખ ગૌરીબેન હાથીયા, સાંસદ પૂનમબેન માડમ, જીતેન્દ્રભાઈ કણઝારીયા તથા શહેર પ્રમુખ વિજય કણઝારીયા તથા આગેવાનો દ્વારા તેમના ઘરમાં તિરંગા ફરકાવ્યા હતા. ઓખામાં હર ઘર તિરંગા અભિયાનમાં તિરંગા યાત્રામાં ઈન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ, પોલીસ જવાનો સાથે ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તથા આગેવાનો જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh