Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કૌશલનગર પાસે જુગાર રમતા બે મહિલા સહિત પાંચ પકડાયાઃ ચાર દરોડા

અઢાર પુરૂષ અને બે સ્ત્રી સામે જુગારધારા હેઠળ કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના કૌશલનગર નજીક લાલવાડી આવાસ પાસે ગઈરાત્રે તીનપત્તી રમતા બે મહિલા સહિત પાંચ પકડાયા છે. જામજોધપુર માંથી ત્રણ શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. કાલાવડના ગોલણીયા તથા જામજોધપુરના ભૂપત આંબરડીમાં બે દરોડામાં ૧ર પત્તાપ્રેમી મળી આવ્યા હતા. તમામ સ્થળેથી કુલ રૂ।.૬૩૬૩૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના કૌશલનગર નજીક લાલવાડી આવાસ પાસે ગઈરાત્રે જાહેરમાં તીનપત્તી રમતા મેહુલ રમેશભાઈ પરમાર, મહેન્દ્ર ઉગમશીભાઈ મકવાણા, ભાવેશ અરવિંદભાઈ ગોસ્વામી તથા કિરણબેન કનુભાઈ ગોંડલીયા, રચનાબેન હિતેશભાઈ નડીયાપરા નામના પાંચ વ્યક્તિને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ।.૧૦૪૫૦ કબજે કર્યા છે.

જામજોધપુર શહેરમાં ઉમા પાર્ક સોસાયટીમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા વિરમભાઈ રાયદેભાઈ સાખરા, ભારમલ માલદેભાઈ સંધીયા, નવઘણભાઈ પેથાભાઈ આસાણી નામના ત્રણને રૂ।.૧૭૪૪૦ સાથે પકડી પાડ્યા છે.

કાલાવડના ગોલણીયા ગામની સીમમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા હંસરાજભાઈ મુળજીભાઈ કપુરીયા, જીતેશ વલ્લભભાઈ કપુરીયા, સામતભાઈ આલાભાઈ કરમુર, પિયુષગીરી દિનેશગીરી ગોસ્વામી, લાલજીભાઈ આંબાભાઈ કપુરીયા, દિનેશગીરી રતીગીરી ગોસ્વામી નામના છ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૨૧૮૯૦ ઝબ્બે લીધા છે.

જામજોધપુરના ભૂપત આંબરડી ગામ તરફ જવાના રસ્તા પર ગઈકાલે સાંજે ઝાડ નીચે જુગાર રમતા કિશન પ્રકાશભાઈ આચાર્ય, જયેશ મગનભાઈ ચાવડા, કિશન જીતેન્દ્રભાઈ જોષી, રણજીતભાઈ કરશનભાઈ કેશવાલા, હરદાસ બોદાભાઈ ભરવાડ, નરેશ પોલાભાઈ કનારા નામના છ શખ્સને પોલીસે રૂ।.૧૩૮૫૦ સાથે પકડી લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh