Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાધના કોલોની પાસેથી એકીબેકી રમતા બે મળી આવ્યાઃ
જામનગર તા. ૨૪: લાલપુરના પીપરટોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે ચાર શખ્સને ગંજીપાનાથી જુગાર રમતા પકડી પાડ્યા હતા. સાધના કોલોની પાસે એકીબેકી બોલતા બે ઝડપાયા હતા. જામજોધપુરમાંથી એક વર્લીબાજની અટકાયત કરાઈ હતી. લાલપુર તાલુકાના પીપરટોડા ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં શનિવારે રાત્રે જુગાર રમતા પંકજસિંહ નારૂભા જાડેજા, ચંદ્રસિંહ ભીખુભા જાડેજા, નરેન્દ્રસિંહ ભદુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ મુળુભા જાડેજા નામના ચાર શખ્સને પોલીસે રૂ।.૧૦૨૬૦ સાથે પકડી લીધા હતા.
જામનગરની સાધના કોલોનીના એક નંબરના ગેઈટ પાસેથી ગઈકાલે બપોરે દુષ્યંતસિંહ ભરતસિંહ પીંગળ, મહંમદહુસેન અબ્બાસ ખફી નામના બે શખ્સ નોટના નંબર પર જુગાર રમતા ઝડપાયા હતા.
જામજોધપુરના રામવાડી-રના ખૂણા પાસેથી શનિવારે જીગર શાહબુદ્દીન વિરાણી નામનો શખ્સ વર્લીના આંકડા લખતો ઝડપાઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial