Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પકડાઈ જતાં રૂ।.૪૪ લાખથી વધુની રકમ આપવા કરારઃ
જામનગર તા. ૨૪: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં ગયા વર્ષે એક કંપનીમાં નોકરીએ ચઢેલા શખ્સે ૧૦ મહિનામાં તે કંપનીમાંથી રૂ।.૭૩,૬૬,૩૫૮નો તૈયાર સામાન તેમજ પિતળનો ભંગાર વેચી નાખ્યો હતો. તેની જાણ થઈ જતાં આ શખ્સે કંપની સાથે સમજુતી કરાર કરી રૂ।.૪૪,૬૬,૩૫૮ ચૂકવવા એકરાર કર્યાે હતો પરંતુ તે રકમ ન ચૂકવાતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગર નજીકના જીઆઈડીસી ફેસ-૩ દરેડમાં આવેલી કંપનીમાં ગયા વર્ષના મે મહિનામાં રણજીતસાગર રોડ પર દ્વારકેશ પાર્કમાં રહેતો દિવ્યરાજગીરી સુરજગીરી ગોસ્વામી નામનો શખ્સ નોકરી મેળવીને કામ પર ચડ્યો હતો.
તે પછી આ શખ્સે ગઈ તા.૮-પ-રપથી તા.ર૮-૩-ર૬ સુધીના સમયમાં કંપનીમાંથી રૂ।.૭૩,૬૬,૩૫૮ના માલસામાનની ચોરી કરી તેને બારોબાર વેચી નાખ્યો હતો. આ શખ્સે ૧૦ મહિનાના સમયમાં તે કંપનીમાંથી બ્રાસ સ્ક્રેપ તથા તૈયાર માલ બહાર કઢાવી વેચી નાખ્યો હતો.
ઉપરોક્ત બાબતની જાણ થયા પછી આ શખ્સે રૂ।.૪૪,૬૬,૩૫૮ ચૂકવવા માટે નક્કી કર્યું હતું પરંતુ તે રકમ પણ ચૂકવવામાં ન આવતા આખરે દિલીપભાઈ ટેકચંદભાઈ ચંદનાણીએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની કંપનીમાં નોકરી મેળવી દિવ્યરાજગીરીએ ૧૦ મહિનામાં દિલીપભાઈની જાણ બહાર કંપનીમાંથી રૂ।.પોણા કરોડ જેટલો સામાન બહાર કાઢી વેચી નાખ્યા પછી પકડાઈ ગયો હતો અને તે પછી ચોરીની કબૂલાત કરી આ શખ્સે રૂ।.૪૪ લાખથી વધુની રકમ ચૂકવવા સમજૂતી કર્યા પછી પણ તે રકમ ચૂકવી ન હતી. પોલીસે બીએનએસની કલમ ૩૦૬, ૬૧ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial