Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી
નાગપુર તા. ૨૪: નાગપુરના ગોધની વિસ્તારમાં સોમવારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસ લીક થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૪૦ લોકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા હોસ્પિટલ ખસેડાયા છે. તેમાંથી ૫ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરાયા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે.
નાગપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. નાગપુરમાં ક્લોરિન ગેસ લીક થવાના કારણે ૪૦ લોકોની હાલત ખરાબ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. આ તમામ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પ્રભાવિત વિસ્તારના લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગપુરના ગોધની વિસ્તારમાં સોમવારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસ લીક થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. ગોધની નગર પંચાયત દ્વારા સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ લીકની ઘટના બાદ લગભગ ૪૦ લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ હતી. અસરગ્રસ્ત લોકોમાં પ્લાન્ટના ૮થી ૧૦ કર્મચારીઓ અને આસપાસ રહેતા ૨૦થી ૨૫ સ્થાનિક લોકો સામેલ છે. ગેસ લીક થયા બાદ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી ૪થી ૫ લોકોની હાલત ગંભીર જણાતાં તેમને સારવાર માટે આઈસીયુમાં શિફ્ટ કરાયા છે. બીજી તરફ અન્ય દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial