Advertisement
Author: નોબત સમાચાર

રીંગણાનું શાક ખાધા પછી ૩ બહેનોના મૃત્યુ

હૃદયદ્રાવક ઘટનાથી અરેરાટી ફેલાઈ

                                                                                                                                                                                                      

ભોપાલ તા. ર૪: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પીપોરા ખુર્દ ગામમાં એક જ પરિવારની ૩ બાળકીઓના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી છે. બાલમુકુંદ કુશવાહાની ૭ વર્ષની પૂનમ, ૩ વર્ષની મનિષા અને ૯ મહિનાની ચાહતનું ઝાડા-ઉલટી પછી નિધન થયું. રાત્રિ ભોજનમાં રીંગણાનું શાક ખાધા પછી તબિયત લથડી હતી. ફૂડ પોઈઝનિંગની શંકા સાથે પોલીસે ભોજનના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પીપોરા ખુર્દ ગામમાંથી એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારની ત્રણ નાની સગીર બહેનોની શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકીઓમાં ૯ મહિનાની માસુમ બાળકીનો પણ સમાવેશ થાય છે.

અકલ્પનીય દુઃખનો સામનો કરી રહેલા બાલમુકુંદ કુશવાહાના પરિવારની પાંચ દીકરીઓમાંથી ત્રણ દીકરીઓના એકસાથે મોત થયા છે. મૃતક બાળકીઓની ઓળખ પૂનમ કુશવાહા (ઉ.વ. ૭), મનિષા કુશવાહા (ઉ.વ. ૩), ચાહત કુશવાહા (ઉ ૯ મહિના) તરીકે થઈ હતી.

મટગુવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અંકુર ચોબેના જણાવ્યા મુજબ બાલમુકુંદ કુશવાહાના પરિવાર તરફથી માહિતી મળી હતી કે રાત્રિના સમયે પૂનમ, મનિષા અને ચાહતની તબિયત અથાનક લથડી હતી. બાળકીઓને ઝાડા અને ઉલટીની ગંભીર ફરિયાદ થતાં પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં, જો કે ટૂંકી સારવાર દરમિયાન જ ત્રણેય બાળકીઓએ દમ તોડી દીધો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવેલા અહેવાલો મુજબ બાળકીઓએ રાત્રિના ભોજનમાં છેલ્લે રીંગણાનું શાક (ભથું) ખાધું હતું. તે ખાધા પછી જ તેમની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ મોત ફૂડ પોઈઝનિંગ અથવા ખોરાકમાં ઝેરી તત્ત્વ ભળવાને કારણે થઈ હોઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh