Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુન્ની મુસ્લિમ જમાતનું આયોજન
જામનગર તા. ૨૪: ઈદે મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તા. ૨૬-૮-૨૬ના સવારે ૯ વાગ્યે ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સુન્ની મુસ્લિમ બિરાદરો તરફથી દર વર્ષે બારમી શરીફ પુરા અદબ અને મહેતરામની સાથે મનાવવામાં આવે છે. તેથી આ વર્ષે પણ બારગાહે રિસાલત મઆબમાં નઝરે અકિદત પેશ કરવા શાનદાર ઝુલુસનું આયોજન કરેલ છે. આ ઝુલુસ સાયરપીર ચોક, સઈના વંડાથી શરૂ થઈ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચ હાટડી, દરબારગઢ જુમ્મા મસ્જીદ, ટાવર મસ્જીદ, ચાંદીબજારથી પુનઃ દરબાર ગઢ ચોકમાં બપોરે સમાપ્ત થઈ રાબેતા મુજબ સભાના રૂપમાં ફેરવાઈ જશે. જ્યાં પયગમ્બર સાહેબના પવિત્ર જીવનના પૈગામ બ્યાન કરવામાં આવશે. આ પ્રસંગે દરેક મિલાદ પાર્ટી, સુન્ની જમાતો, કમિટીઓ, સંસ્થાઓ, સ્કૂલો પોત પોતાના બેનરો લઈ અને વાહનચાલકો પોતાના વાહનોને શણગારી ઝુલુસમાં સામેલ થવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. આ પ્રસંગે સુન્ની મુસ્લિમ બીરાદરો અચુક હાજર રહી ખિરાજે અકિદત પેશ કરવા સુન્ની મુસ્લિમ જમાત તરફથી અપીલ કરવામાં આવી છે.
જો કે, દર વર્ષે સુન્ની મુસ્લિમ બિરદરો બારમી શરીફની રાત્રે પોત-પોતાના વિસ્તારોને શણગારે છે. મસ્જીદોમાં દરૂદ શરીફ અને કુઆર્ન શરીફના ખતમો પઢવામાં આવે છે. અનેક પ્રકારની ન્યાઝ, તકસીમ કરવામાં આવે છે.
જામનગર શહેરના સુન્ની મુસ્લિમ બિરાદરો પયગમ્બર સાહેબ પ્રત્યે પોતાની ખિરાજે અકિદત પેશ કરે છે. બારમી શરીફના દિવસે જામનગર શહેરની અલગ-અલગ મિલાદ પાર્ટીઓ પુરા અદબ અને અહેતરામ સાથે મિલાદ શરીફ તેમજ દરૂદ શરીફ પઢતા-પઢતા ઝુલુસમાં સામેલ થાય છે. અને ઝુલુસની શાન વધારે છે. તેથી આ વર્ષે પણ સુન્ની જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફી, સુન્ની મુસ્લિમ બિરાદરોને ઉમંગથી ઝુલુસમાં સામેલ થવા અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial