Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી
દ્વારકા તા. ૨૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનોખી રીતે રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ જોવા મળી હતી. ઓખાથી દૂર આવેલા સમીયાણી ટાપુ પર મરીન પોલીસ અને મરીન કમાન્ડોની હાજરીમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લો દરિયાઈ સરહદ સાથે જોડાયેલો હોવાથી અહીં આવેલા ટાપુઓનું વિશેષ મહત્ત્વ છે. જિલ્લામાં કુલ ૨૪ ટાપુઓ આવેલા છે. જેમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસાહત છે. આવા દુર્ગમ અને દરિયાઈ વિસ્તારમાં ફરજ બજાવતા મરીન પોલીસ તથા મરીન કમાન્ડોએ સમીયાણી ટાપુ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.
સમુદ્રના વિશાળ વિસ્તાર વચ્ચે તિરંગો લહેરાતો હોય અને તેની સાથે રાષ્ટ્રગીતની ગુંજ સંભળાય તે દૃશ્ય દેશભક્તિથી ભરપૂર રહ્યું હતું. દરિયાઈ સુરક્ષામાં સતત તૈનાત રહેતા જવાનો દ્વારા કરવામાં આવેલી આ અનોખી ઉજવણીથી સ્વતંત્રતા પર્વને એક અલગ જ ઓળખ મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial