Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેતરપિંડીના આક્ષેપઃ ૨૪ કંપનીઓ પર પાંચ વર્ષનો પ્રતિબંધઃ હડકંપ
મુંબઈ તા. ર૩: અનિલ અંબાણીને સેબીએ પ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સાથે ૨૫ કરોડની પેનલ્ટી પણ ફટકારી છે. આ પ્રતિબંધ પછી અનિલ અંબાણી હવે સિક્યોરિટી માર્કેટમાં ભાગ લઈ શકશે નહીં. આ કાર્યવાહીથી ઉદ્યોગ જગતમાં હડકંપ મચાવ્યો છે.
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મોટો આંચકો લાગ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીને પ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. અનિલ અંબાણી સહિત ર૪ વધુ એકમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેબીએ આ તમામને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરી દીધા છે. પ્રતિબંધની સાથે સેબીએ રપ કરોડ રૂપિયા દંડ પણ લગાવ્યો છે. આ પ્રતિબંધ પછી અનિલ અંબાણી હવે સિક્યોરિટી માર્કેટમાં ભાગ લઈ શકશે નહીં.
અનિલ અંબાણીની સાથે સેબીએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સ પર પણ ૬ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે અને આ કંપની પર ૬ મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અનિલ અંબાણીએ એડીએ ગ્રુપના ચેરપર્સન તરીકેના પદનો અને આરએચએફએલની હોલ્ડિંગ કંપનીમાં તેમના નોંધપાત્ર પરોક્ષ શેરહોલ્ડિંગનો દુરૂપયોગ કરી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરે પોતાની સત્તાનો દુરૂપયોગ કરતા કોઈપણ પ્રકારની સંપત્તિ, રોકડ પ્રવાહ, નેટવર્થ અને આવક ન ધરાવતી કંપનીઓની હજારો કરોડની લોન મંજુર કરી હતી. જેઓ લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતાં. જેમાં મોટાભાગના દેણદારો રિલાયન્સ હોમ્સના પ્રમોટરર્સ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
રિલાયન્સ હોમ ફાઈનાન્સે હજારો કરોડ રૂપિયાની લોનમાં ગેરરીતિ કર્યા પછી ડિફોલ્ટ થઈ હતી. આ કૌભાંડ જાહેર થતાં શેરની કિંમત બે વર્ષમાં જ રૂ. ૬૦ થી ૦.૭પ થઈ હતી. અત્યારે પણ ૯ લાખથી વધુ શેરધારકો મોટા નુક્સાનનો સામનો કરી રહ્યા છે. ર૪ પ્રતિબંધિત સંસ્થાઓમાં રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ અમિત બાપ્ના, રવિન્દ્ર સુધલકર અને પિંકેશ આર. શાહ સામેલ છે. જેમને પ્રતિબંધ અને પેનલ્ટીની સજા થઈ છે.
અનિલ અંબાણી પર રૂ. રપ કરોડ, બાપ્ના પર રૂ. ર૭ કરોડ, સુલકર પર રૂ. ર૬ કરોડ અને શાહ પર રૂ. ર૧ કરોડની પેનલ્ટી ફટકારાઈ હતી. વધુમાં રિલાયન્સ યુનિકોર્ન એન્ટરપ્રાઈઝિસ, રિલાયન્સ એક્સચેન્જ નેકસ્ટ આઈ.ટી., રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ, રિલાયન્સ ક્લિનજેન લિમિટેડ, રિલાયન્સ બિઝનેસ બ્રોડકાસ્ટ ન્યૂઝ હોલ્ડિંગ્સ લિમિટેડ અને રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સહિતની બાકીની સંસ્થાઓને દરેકને રૂ. રપ કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial