Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યભરમાંથી પ૦ સ્વસહાય જુથો આવશેઃ
ખંભાળિયા તા. ર૩: જન્માષ્ટમી ઉત્સવ ર૦ર૪ અંતર્ગત દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં પ્રાદેશિક 'સરસ મેળો' શરૂ થયો છે. સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેંચાણ કરાશે.
સમગ્ર દેશમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ બહેનોના સ્વસહાય જુથોની રચના કરી તેમનું ક્ષમતાવર્ધન, કૌશલ્ય, તાલીમ વગેરે દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન કરવામાં આવે છે. આ સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓને સીધુ બજાર મળી રહે તે માટે વિવિધ મેળાઓ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં દ્વારકામાં બહોળી સંખ્યામાં ભાવિકો આવતા હોય, તે દરમિયાન સ્વસહાય જુથોની બહેનોને તેમના દ્વારા વેંચાણ કરવામાં આવતી, ઉત્પાદન કરવામાં આવતા હોય, તે દરમિયાન સ્વસહાય જુથોની બહેનોને તેમના દ્વારા વેંચાણ કરવામાં આવતી, ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓને સારૂ માર્કેટ મળી રહે તે માટે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા તા. રર-૮-ર૦ર૪ થી તા. ૩૧-૮-ર૦ર૪ દરમિયાન સર્કિટ હાઉસ પાછળના મેદાન, ચોપાટી રોડ, દ્વારકામાં વિશાળ પ્રાદેશિક 'સરસ મેળા'નું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં સમગ્ર રાજ્યભરમાંથી પ૦ સ્વસહાય જુથો દ્વારકાના મેળામાં સહભાગી થનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial