Advertisement
Author: નોબત સમાચાર

જન્મ-મરણ શાખાનું સર્વર બંધઃ અરજદારો પરેશાનઃ કર્મચારીઓ ગેરહાજર

જામનગર મહાનગરપાલિકાની

સમયાંતરે વિવાદમાં રહેતી જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં સર્વર ડાઉન અને બારી મોડી ખોલવામાં આવતા અરજદારોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખા સમયાંતરે વિવાદોમાં ચમકતી રહે છે. આજે સવારે અનેક અરજદારો જન્મ-મરણના દાખલા મેળવવા માટે પહોંચ્યા હતાં, પરંતુ અમુકને એવો જવાબ મળ્યો કે સર્વર ધીમું છે, બંધ છે. આથી રાહ જોવી પડશે, તો બારી ચાલુ ઓફિસના સમયમાં પણ બંધ હતી. એટલે કે જવાબદાર કર્મચારી ઘરે હતાં. આથી અરજદારોના ટોળાએ આક્રોશ વ્યક્ત કરવા મેયર ચેમ્બરમાં પહોંચ્યા હતાં, પરંતુ મેયર પણ આવ્યા નહીં હોવાથી મળી શક્યા ન હતાં. પરિણામે ટોળું ગુસ્સે ભરાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, જન્મ-મરણ શાખામાં ભયંકર લાલિયાવાડી ચાલે છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં અધિકારી કોઈ પગલાં લેતા નથી. અને આ શાખામાં ચેકીંગના નાટક થતા રહે છે, પરંતુ કામગીરીની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh