Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્માષ્ટમી પર્વે ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના હેતુથી
દ્વારકા તા. ર૩: દ્વારકામાં જન્માષ્ટમી દરમિયાન નો પાર્કિંગ ઝોન, પાર્કિંગ વિસ્તાર જાહેર થયા છે, આ અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાં જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભુપેશ જોટાણીયાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ તા.૨૨-૦૮-૨૦૨૪ થી તા. ૨૭-૦૮-૨૦૨૪ સુધી દ્વારકા શહેરના કેટલાંક વિસ્તારો 'નો પાર્કિંગ' તેમજ 'પાર્કિંગ' ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. જે મુજબ પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી ૫૦ મીટર ત્રિજ્યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી પ૦ મી. ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી ૫૦ મી. ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર ૫૦ મીટર ત્રિજયામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર ૧૦૦ મી. ત્રિજ્યામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી ૧૦૦ મી. ત્રિજ્યા અને કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્તારના ૨૦૦ મી. ત્રિજ્યામાં નો પાર્કિંગ ઝોન તરીકે નિયત કરેલ છે.
વધુમાં વિવિધ પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે, જે મુજબ હાથીગેટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લુ મેદાન, સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે ફોર વ્હીલ, થ્રી વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ વિસ્તાર રહેશે.
તંત્ર દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આવા વાહનોને ફરજ પરના પોલીસ અધિકારીએ યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરાવવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial