Advertisement
Author: નોબત સમાચાર

પાણી પ્રદુષણ નિવારણ-નિયંત્રણ સુધારા અધિનિયમ અન્વયે વિધાનસભામાં પ્રસ્તાવ

વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા

ગાંધીનગર તા. ર૩: (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા) વિધાનસભામાં પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ અન્વયે ્પ્રસ્તાવ મંત્રી મૂળુભાઈ બેરાએ રજુ કર્યો હતો.

વન પર્યાવરણ વનમંત્રી મૂળુભાઈ જણાવ્યું કે સંસદ દ્વારા જન વિશ્વાસ (જોગવાઈઓનો સુધારો) અધિનિયમ, ર૦ર૩ ઘડવામાં આવેલ છે. જન વિશ્વાસ (જોગવાઈઓનો સુધારો) અધિનિયમ, ર૦ર૩માં દંડ અને વધારાના દંડ સાથે અવેજી કરીને તેને આંશિકરૂપે અપરાધમુકત કરવા માટે ૪ર અધિનિયમની કુલ ૧૮૩ જોગવાઈઓમાં સુધારો કર્યો છે. જન વિશ્વાસ (જોગવાઈઓનો સુધારો) અધિનિયમ ર૦ર૩ સંપૂર્ણપણે ઔદ્યોગિક ક્ષેત્રોને લગતા અધિનિયમોમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ અન્વયે પાણી (પ્રદુષણ નિવાણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ ર૦ર૪ એ તા. ૦૬-ર-ર૦ર૪ ના રાજ્યસભામાં તથા તા. ૦૮-ર-ર૪ ના લોકસભામાં પસાર કરવામાં આવેલ અને તા. ૧પ-ર-ર૪ ના ગેઝેટ ઓફ ઈન્ડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

પાણી વિષય ભારતીય સંવિધાનમાં રાજ્યની યાદી-ર માં સામેલ છે. જેથી ભારતીય સંવિધાન અનુચ્છેદ બસો બાવન હેઠળ પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ ર૦ર૪ ની જોગવાઈઓનો રાજ્ય સરકારે સ્વીકાર કરવા વિધાનસભામાં પસાર કરવો જરૂરી છે. અગાઉ સંસદ દ્વારા ઘડવામાં આવેલ પાણી અધિનિયમ, ૧૯૭૪ આ જ રીતે વિધાનસભામાં પસાર કરવામાં આવેલ હતો.

પ્રસ્તુત (પાણી પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ-ર૦ર૪) દ્વારા સૂચિત મહત્ત્વના ફેરફારો ઉદ્યોગોને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ આ ફેરફારો પર્યાવરણના સંરક્ષણની દિશામાં પણ મદદરૂપ સાબિત થશે. આ ફેરફારો આપણા દેશમાં ઔદ્યોગિક એકમોની સ્થાપના, સંચાલન, જરૂરી પરવાનગીઓ, ઉલ્લંઘન પર કાર્યવાહી વગેરેની પ્રક્રિયાને સરળ અને સહજ બનાવવા માટે કરવામાં આવેલ છે. આ સાથે, આ અધિનિયમ હેઠળ સામાન્ય ભૂલો માટે ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવતી જેલની સજાને આંશિકપણે દૂર કરવાનો   પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સુધારો પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ તરફ સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની શ્રેણીમાંથી એક છે.

સંરક્ષણની દિશામાં પણ મદદરૂપ સાબિત થશે. આ ફેરફારો આપણા દેશમાં ઔદ્યોગિક એકમોની સ્થાપના, સંચાલન, જરૂરી પરવાનગીઓ, ઉલ્લંઘન પર કાર્યવાહી વગેરેની પ્રક્રિયાને સરળ અને સહજ બજાવવા માટે કરવામાં આવેલ છે. આ સાથે, આ અધિનિયમ હેઠળ સામાન્ય ભૂલો માટે ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવતી જેલની સજાને આંશિક પણે દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સુધારો પર્યાવરણના સંરક્ષને ધ્યાનમાં રાખીને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ તરફ સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની શ્રેણીમાંથી એક છે.

હાલમાં પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ ૧૯૪૭ હેઠળની જોગવાઈઓમાં કલમ ૪૧ થી કલમ ૪પ-એ, કલમ ૪૭ અને કલમ ૪૮ સુધી વિવિધ નાની નાની બાબતો માટે સજાની જોગવાઈ છે અને તેનું વર્ણન કરવામાં આવ્યું છે હવે નવા સુધારામાં કલમ રપ અને ર૬ ની જોગવાઈઓના ઉલ્લંઘન, દંડ અથવા વધારાનો દંડ ભરવામાં નિષ્ફળતા સિવાયની તમામ જોગવાઈઓમાંથી કેદની સજાની જોગવાઈને નાબૂદ કરવામાં આવેલ છે.

મૂળુભાઈ બેરાએ કહ્યું કે મુખ્યત્વે હું ત્રણ મુખ્ય વિષયો વિશે વાત કરવા માંગુ છું. આ કાયદા હેઠળ ત્રણ મુખ્ય વિષયો પર ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રથમ, રજ્યના બોર્ડમાં અધ્યક્ષની નિમણૂકને સુવ્યવસ્થિત કરવી. રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિમણૂક, તેમની લાયકાતો અને તેમની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સમાન બનાવવા માટે, કલમ ૪ હેઠળ આ સુધારો કરવામાં આવ્યો છે. કલમ ૪ હેઠળ જે સુધારો કરવામાં આવ્યો છે તે રાજ્યના બોર્ડના અધ્યક્ષની નિષ્પક્ષ અને પારદર્શક નિમણૂકને સુનિશ્ચિત કરશે અને તેમના માટે ચોક્કસ ફરજિયાત લાયકાત, અનુભવ અને પ્રક્રિયા પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

બીજું, આ સુધારા દ્વારા એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જે મેં અગાઉ મારા નિવેદનમાં કહ્યું છે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના પ્રોત્સાહન માટે બિનજરૂરી દંડની જોગવાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેથી કલમ રપ અને ર૬ને છોડીને બીજી બધી જોગવાઈઓ કે જે કોર્ટમાં સજા લાદવાની અને એક રીતે સજા આપવાની જોગવાઈઓ હતી તેને દૂર કરવામાં આવેલ છે અને આના પરિણામે ન્યાયતંત્ર પરનું ભારણ ઘટશે.

પર્યાવરણીય કાયદાના ભંગ કરનાર કસુરવાર ઉદ્યોગો પર દંડ લાદવા માટે એક નિર્ણાયક અધિકારીની નિમણૂક કરવામાં આવશે. દંડ ભરવામાં નિષ્ફળતાના કિસ્સામાં કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. દંડની રકમ માટે પર્યાવરણીય ફંડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ જો કોઈને લાગે છે કે તેના પર લગાવવામાં આવેલ દંડ વાજબી નથી, તો તેને એનજીટી દ્વારા અપીલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. આ સુધારાથી સ્વ-નિયમન અમલમાં મુકવાનો પ્રયાસ કરેલ છે.ત્રીજું, હાલમાં કોઈ પણ રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા માટેની વિવિધ પરવાનગી માટેની પ્રક્રિયામાં એકસુત્રતા જળવાતી નથી. આ સુધારા દ્વારા ઉદ્યોગ માટેની પરવાનગીની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh