Advertisement
Author: નોબત સમાચાર

પુલના ઈન્સ્પેક્શન માટે ગયેલા ઈજનેર પર હુમલાના આરોપીઓની જામીન અરજી

અદાલતે આરોપીઓના જેલવાસને રાખ્યો યથાવતઃ

જામનગર તા. ૨૩: ધ્રોલના મોટા ઈટાળા ગામમાં ચાલી રહેલા પુલના કામના ઈન્સ્પેક્શન માટે ગયેલા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પર કોન્ટ્રાક્ટર પેઢીના માણસોએ હુમલો કરી તેમના પર મોટર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યાે હતો. આ ગુન્હામાં જેલહવાલે થયેલા છ આરોપીએ જામીન મુકત થવા કરેલી અરજીઓ અદાલતે નકારી કાઢી છે.

ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામમાં ચાલી રહેલા બ્રિજના કામના સ્થળે ગઈ તા.૭ના દિને વિઝીટ કરવા ગયેલા ધ્રોલ પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર નીલરાજ સિંહ બારડ દ્વારા કોન્ટ્રાક્ટર સ્વસ્તિક કન્સ્ટ્રકશનવાળા અમિત ઝાલાને નિયમ મુજબ સિમેન્ટ વાપરવાનું કહેવાતા તેમના પર હુમલો કરાયો હતો.

ત્યારપછી અમિત ઝાલા તથા તેની સાથે રહેલા શખ્સોએ ધોકો લઈ નીલરાજસિંહ પાછળ દોટ મૂકી હતી અને અમિતે પોતાની મોટર આ અધિકારી પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યાે હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ થતાં કોન્ટ્રાક્ટરના માણસ અમિત ઝાલા તથા અન્ય શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

ઉપરોક્ત છએય આરોપી જેલહવાલે થયા પછી તેઓએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. અદાલતે સરકારી વકીલ પિયુષ પરમારની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh