Advertisement
Author: નોબત સમાચાર

બે બાઈક ટકરાઈ પડતાં એક યુવાનનું મૃત્યુઃ અન્ય બેને ઈજા

અકસ્માત સર્જનાર બાઈક સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૨૩: જોડિયાના માધાપર ગામ પાસે બુધવારે સાંજે બે બાઈક અથડાઈ પડતા કંડલાના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. આ બાઈકચાલક રોંગ સાઈડમાં પુર ઝડપે પોતાનું બાઈક ચલાવીને નીકળ્યા હતા. તેની સાથે ટકરાયેલા બાઈક પર રહેલા અન્ય બે યુવાન પણ ઘવાયા છે.

જોડિયા તાલુકાના માધાપર ગામમાં રહેતા કાનજીભાઈ રમેશભાઈ દસતીયા અને તેમના સાળા હરેશભાઈ બુધવારે સાંંજે સાડા સાતેક વાગ્યે જોડિયા પાસે પેટ્રોલપંપ રોડ પરથી જીજે-૧૦-ડીકે ૧૯૦૦ નંબરના બાઈકમાં જતા હતા.

આ વેળાએ સામેથી રોંગ સાઈડમાં અને પુરપાટ ઝડપે ધસી આવેલુ જીજે-૧૨-ઈએસ ૮૬૮૯ નંબરનું બાઈક ધડાકાભેર ટકરાઈ પડ્યું હતું. બંને બાઈક પર રહેલા ત્રણેય વ્યક્તિ ફંંગોળાઈ ગયા હતા. જેમાં ૮૬૮૯ નંબરના બાઈકના ચાલક કંડલાના ઈમરાનભાઈ બાપડા નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માતમાં કાનજીભાઈને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે, હરેશભાઈને નાની મોટી ઈજા થઈ છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે કાનજીભાઈની ફરિયાદ પરથી ૮૬૮૯ નંબરના બાઈકના ચાલક ઈમરાનભાઈ બાપડા સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh