Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેટમાં રહેલા ગર્ભના મૃત્યુ પછી માતા પણ મોતને શરણઃ
જામનગર તા. ૨૩: કલ્યાણપુરના ધતુરીયા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક પરપ્રાંતીય દંપતીમાંથી મહિલા ગર્ભવતી બન્યા પછી પ્રસૂતીની પીડા ઉપડતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આ મહિલાના પેટમાં રહેલા ગર્ભનું તથા આ મહિલાનું મૃત્યુ નિપજતા ગમગીની પ્રસરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામની સીમમાં આવેલા માલદે ડેર નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ઉમરી ગામના વતની ક્ષાનસિંગ બાવલીયા દેહડીયા નામના શ્રમિકના પત્ની સંગીતાબેન (ઉ.વ.ર૪) ગર્ભવતી હતા.
આ મહિલાને ગયા મંગળવારે પ્રસૂતીની પીડા ઉપડતા તેઓને સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગર્ભાશયનું પાણી લોહીમાં ભળી જતા તેણીના પેટમાં રહેલા ગર્ભનું અને સંગીતાબેનનું મૃત્યુ નિપજ્યું છે. પતિ ક્ષાનસિંગે પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial