Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીજીના દર્શનના સમયમાં ફેરફારઃ
ઓખા તા. ર૩: બેટ-દ્વારકાધીશ મંદિરે જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઊજવણી કરાશે. શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર નોંધાયો છે.
રાજાધિરાજ દ્વારકાધીશના શયનસ્થાન ગણાતા બેટ-દ્વારકાધીશ મંદિરમાં આગામી જન્માષ્ટમી પર્વની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવનાર છે. શ્રીકૃષ્ણના ૫૨૫૧ માં જન્મોત્સવની ઊજવણી હેતુ શ્રીજીના દર્શન સમયમાં જરૂરી ફેરફાર નોંધાયાનું બેટ દેવસ્થાન સમિતિએ જણાવ્યું છે. તમામ દર્શનનો સમયસારણી અનુસાર લાભ લેવા બેટ દેવસ્થાન સમિતિના વ્યવસ્થાપકે જણાવ્યું છે.
જન્માષ્ટમી : તા. ર૬મી ઓગસ્ટ, સોમવારના જન્માષ્ટમીના રોજ ઠાકોરજીની મંગલા આરતી સવારે ૭.૩૦ કલાકે, મોર આરતી સવારે ૮.૦૦ કલાકે, ૮.૩૦ કલાકે ખૂલ્લાં પડદે પંચામૃત સ્નાન, બપોરે ૧ વાગ્યે મીઠાજળ અને અનોસર, સાંજે ૪.૩૦ કલાકે ઉત્થાપન દર્શન યોજાશે. રાત્રે ૮.૦૦ કલાકે ઠાકોરજીનું શયન થશે.
જન્મોત્સવ : તા. ર૬મીએ રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ અને જન્મ દર્શન તેમજ રાત્રે ૧ર.૩૦ કલાકે ખૂલ્લાં પડદે પંચામૃત સ્નાનના દર્શન યોજાશે.
પારણા નોમ : તા. ર૭મી ઓગસ્ટ, મંગળવારના પારણા નોમ નિમિત્તે સવારે પ.૦૦ વાગ્યે ઠાકોરજીના પારણા દર્શન, સવારે ૯.૦૦ વાગ્યે મીઠા જળ અને અનોસર અર્થાત તમામ મંદિરો બંધ થઈ જશે. સાંજે ૪.૪૦ કલાકે ઠાકોરજીના ઉત્થાપન તેમજ રાત્રે ૮ કલાકે શયનના દર્શન થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial