Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઈનલાઈનમાં ઝાડના મૂળિયા ઘુસી જતાં
ખંભાળીયા તા. ર૩: ખંભાળીયા રામનાથ રોડ પર પાણીની મેઈન લાઈનમાં ઝાડના મુળીયા ઘૂસતા તુટી જતાં તંત્રે આખી રાત કામ કરીને પાઈપલાઈન બદલાવી હતી.
ખંભાળીયામાં ઘી ડેમમાંથી પાણી વિતરણ કરતી મેઈન લાઈન રામનાથ રોડ પર લોખંડની લાઈનમાં ઝાડના મુળિયા ઘૂસી જતાં તુટી ગઈ હતી.અંદરનું પાણી લીક થઈને બહાર આવતા જાણ થતાં ગઈકાલે સાંજથી પાલિકા વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયાએ સ્ટાફ સાથે જેસીબી તથા મશીનરીનો ઉપયોગ કરીને આખી રાત્રિ સુધી કામ કરીને તુટેલી લાઈન બદલાવી નવી મેઈન લાઈન નાખીને પાણી પુરવઠા વિતરણ સવારે છ વાગ્યાથી પૂર્વવત શરૂ કર્યું હતું. જેથી બે દિવસે એક વખત મળતા પાણી વિતરણમાં વિક્ષેપના થાય અને લોકોને ત્રીજે દિવસે પાણી મળે તેવું થાય !! અગાઉ પણ પાલિકા વોટર વર્કસ સ્ટાફ દ્વારા પાણીનો કાપ વીજળી કાપથી હતો ત્યારે પાણીની ટાંકી તથા સમ્પની સફાઈ કરવાનું કાર્ય કર્યું હતું તથા સમયનો સદુપયોગ કર્યો હતો. સાંજથી છેક મોડી રાત્રિ સુધી વોટર વર્કસ વિભાગ પાલિકાની કામગીરી પ્રશંસનીય બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial