Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્રના વિખ્યાત ઈસ્કોન મંદિરમાં તા. ર૪ થી ૩૦ ઓગસ્ટ સુધી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

મંગળા-શ્રૃંગાર આરતી, છપ્પનભોગ, કૃષ્ણજન્મ દર્શન, પ્રસાદ, પાર્કિંગની વ્યવસ્થાઃ

રાજકોટ તા. ર૩: નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, ઈસ્કોન મંદિર, રાજકોટમાં ર૬-ઓગસ્ટના જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી થશે. તા. ર૪ થી ૩૦ ઓગસ્ટ છ દિવસની જન્માષ્ટમી મહા મહોત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શ્રૃંગાર તેમજ મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોથી તેમજ મંડપ શણગારવામાં આવ્યા છે.

આ અંગે માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ પ્રમુખ શ્રી વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વખતે સાતમથી અગિયારસ તા. ૨૪-ઓગસ્ટથી ૩૦-ઓગસ્ટ સુધી છ દિવસ માટે મંદિરમાં મહોત્સવ યોજવામાં આવશે. જેમાં જન્માષ્ટમીના દિવસે અંદાજિત ત્રણ લાખ જેટલાં દર્શનાર્થીઓ જ્યારે બાકીના ચાર દિવસોમાં રોજના ૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦  જેટલા દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા આવે એવું અનુમાન છે. તદ્ઉપરાંત જન્માષ્ટમીના દિવસે ઘણાં બધા રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના  હોદ્દેદારો, સમાજના વિવિધ ક્ષેત્રના માન્યવંતો તેમજ પ્રસિદ્ધ કલાકારો મંદિરે દર્શન કરવા માટે આવશે.  જેમના માટે વિશેષ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જન્માષ્ટમી માટેની તૈયારીઓ મંદિરમાં એક મહિના પહેલાથી જ શરૂ થઈ ચૂકી હતી મંદિરમાં સાફસફાઈ થઇ ચુકી છે અને દર્શનાર્થીઓ ને તકલીફ ના પડે એ હેતુથી મંદિરના પ્રાંગણમાં મંડપ પણ બાંધવામાં આવ્યા છે. ધક્કામુક્કી તેમજ કોઈપણ પ્રકારની હાલાકી ભોગવ્યા વગર દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરી શકે તે હેતુથી મંદિરમાં બેરીકેડ લગાવીને દર્શન પથ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો દ્વારા શણગારીને મંદિરને ઝળહળતું કરવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિર દ્વારા બાળકોની આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રહલાદ સન્ડે ચિલ્ડ્રન ક્લાસીસ, યુવાનોની આધ્યાત્મિક પ્રગતિ માટે ઇસ્કોન યુથ ફોરમ તેમજ  મહિલાઓની આધ્યાત્મિક પ્રગતિ માટે રાધારાણી સભા ચાલે છે જેના સ્ટોલ પણ મંદિર ના પ્રાંગણ માં લગાવવામાં આવેલ છે જેથી દર્શનાર્થીઓ આના વિશે વધુ માહિતી મેળવી શકે.

જન્માષ્ટમીના કાર્યક્રમની શરૂઆત સવારે ૪:૩૦ વાગ્યે મંગળા આરતી થશે ત્યારબાદ સવારે ૯:૩૦ વાગ્યે શ્રુંગાર દર્શન થશે. સવારે ૧૦ વાગ્યે ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવશે અને ૧૧ વાગ્યે શ્રી કૃષ્ણ લીલા ઉપર મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી પ્રવચન આપશે. રાત્રે ૧૦ વાગ્યે ભગવાનનો અભિષેક શરૂ થશે અને રાત્રે બાર વાગ્યે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે જન્માષ્ટમીના દિવસ દરમિયાન પૂરો દિવસ ભગવાનના દર્શન અને મંદિરમાં સુમધુર કીર્તન ચાલુ રહેશે. મધુર કીર્તન લાભ મંદિરના પ્રાંગણમાં બેસેલા દર્શનાર્થીઓને મળે તે હેતુથી મંદિરના પ્રાંગણમાં તેમજ પાર્કિંગમાં પણ  સ્પીકર લગાવવામાં આવેલા છે જેથી સમગ્ર વાતાવરણ દિવ્ય ભક્તિમય મધુર કીર્તન થી ગુંજી ઉઠશે. જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા માટે આવનાર સૌ દર્શનાર્થીઓ માટે શીરો પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે પૂરા દિવસ દરમિયાન ચાલુ રહેશે.જયારે બાકી ના દિવસો માં પધારતા દર્શનાર્થીઓ માટે ખીચડી પ્રસાદ ની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે જે સાંજે ૫ વાગ્યાં થી શરુ થશે.

આ વર્ષે લાખો લોકો આ છ દિવસે મહોત્સવ દરમિયાન દર્શન કરવા આવશે તેથી આ દરમિયાન વાહનના પાર્કિંગમાં કોઈને હાલાકી ન પડે તે હેતુથી અમે મંદિરની બાજુમાં આવેલ ખાલી અનિલભાઈ જેઠાણીના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરેલ છે. જેના ખૂબ આભારી છીએ.

રાજકોટ-સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને વિનંતી છે કે કૃપયા જન્માષ્ટમીના દિવસે તેમજ છ દિવસના મહા મહોત્સવ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો તેમજ પ્રસાદનો લાભ લેવા માટે ઇસ્કોન મંદિરે અવશ્ય પધારવા વૈષ્ણવસેવા દાસ (પ્રમુખ), ઈસ્કોન મંદિર, રાજકોટએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh