Advertisement
Author: નોબત સમાચાર

પારસ સોસાયટીમાં આવેલી મિલકત અંગેના દાવા સામે કરાયેલી અપીલ રદ્દ

નીચેની કોર્ટે પણ દાવો કર્યાે હતો રદ્દઃ

જામનગર તા. ર૩: જામનગરની પારસ સોસાયટી  સ્થિત મિલકત અંગેનો દાવો કોેર્ટે રદ્દ કર્યા પછી જિલ્લા અદાલતમાં કરાયેલી અપીલ પણ રદ્દ કરવામાં આવી છે.

જામનગરની પારસ કો. ઓપ. સોસાયટીમાં દેવેન ગાંગજીભાઈ પટેલ અને પારૂબેન ગોવિંદ પટેલ દ્વારા એક મિલકત ખરીદવામાં આવી હતી. તે દરમિયાન બંને વચ્ચે વિવાદ થતાં દેવેન પટેલે સિવિલ કોર્ટમાં તે મિલકત સંયુક્ત માલિકીની હોવાનું ઠરાવી આપવા દાવો કર્યાે હતો.

તે દરમિયાન આ મિલકત સ્મિતાબેન મુકેશભાઈ ધનાણીને વેચી નાખવામાં આવી હતી. તેથી દેવેન પટેલે સોસાયટી તથા સ્મિતાબેન સામે દાવો દાખલ કરી મનાઈહુકમની માગણી કરી હતી. દાવા દરમિયાન વાદીનું નિધન થતાં તેમના ભાઈ અશોક અને રાકેશ માકડીયાએ દાવો આગળ ચલાવ્યો હતો. તે દાવો રદ્દ થયો હતો.

ઉપરોક્ત હુકમ સામે નારાજ થઈ અશોકભાઈ અને રાકેશભાઈએ જિલ્લા કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ પણ રદ્દ કરવામાં આવી છે. મૂળ પ્રતિવાદી તરફથી વકીલ હેમલ ચોટાઈ તથા વી.એચ. બક્ષી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh