Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં આત્મા દ્વારા ૧૬૬પ તાલીમ સત્ર હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક તાલીમ

ખેડૂતો અપનાવી રહ્યા છે પ્રાકૃતિક કૃષિઃ

જામનગર તા. ર૩: સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે યોજના પણ અમલમાં છે. આત્મા પ્રોજેકટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે સમયાંતરે તાલીમ આપવામાં આવે છે. જેનાથી ખેડૂતો આ ખેતી અપનાવે જામનગર જિલ્લામાં પણ આત્મા પ્રોજેકટ દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં જામનગર જિલ્લાના કુલ ૪રર૯ર ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી છે અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પબદ્ધ થયા છે. આત્મા દ્વારા અત્યાર સુધી ૧૬૬પ તાલીમ સત્રના આયોજન થકી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને તાલીમ આપી તેના ફાયદા વિષે માહિતગાર કરવામાં આવ્યા છે. આ ખેતી જમીનની ફળદ્રુપતા વધારે છે. સાથોસાથ તેનાથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખોરાકમાં ઉપયોગમાં લેવાથી આરોગ્ય પણ સારું રહે છે અને ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થાય છે. જામનગર જિલ્લાના ઘણા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક આવકમાં વધારો કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

પ્રાકૃતિક કૃષિના ફાયદાઓમાં ખેતી ખર્ચ નહિવત, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ શૂન્ય, ખેડૂતોએ કોઈ વસ્તુ બહારથી લેવાની જરૂર નહિં, ખૂબ ઓછા પાણીની જરૂરિયાત, પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા આવે છે. જે જમીનને છિદ્રાળુ કરે છે. જેથી વરસાદનું પાણી રિચાર્જ થાય છે આમ 'ખેતરનું પાણી ખેતરમાં' નો  સિદ્ધાંત ખર્ચ વગર પાર પાડે છે., પ્રાકૃતિક ખેતપેદાશ રાસાયણિક અવશેષો મુકત અને ઉચ્ચ ગુણવત્તાવાળો હોવાથી બજારમાં સારા ભાવ મળી રહે છે, પર્યાવરણની જાળવણી અને સંવર્ધન થાય છે, ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ, યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh