Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિની ટીમ દ્વારા
જામનગર તા. ૨૩: જામનગર જિલ્લા તાલુકાના લાખાબાવળની નાલંદા સ્કૂલમાં એવા બાળકો છે જેમના કોઈ પેરેન્ટ્સ નથી જેમને સિંગલ પેરેન્ટ હોય આવા ર૦૦ બાળકોને સ્કૂલમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તે શાળામાં અમારી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ટીમ જામનગર અને શહેર-જિલ્લાની ટીમે ૭૮ મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લીધો અને ધ્વજવંદન જિલ્લા પ્રમુખ પ્રદીપસિંહ વાળાના વરદ્ હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારપછી આ કાર્યક્રમમાં બાળકોને ઠંડા-પીણા સાથે નાસ્તો કરાવી બાળકો સાથે ખુશી મનાવી હતી.
આ કાર્યક્રમ જિલ્લા પ્રમુખ પ્રદીપસિંહ વાળાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી ને કાર્યક્રમમાં જામનગર શહેર પ્રમુખ દીલીપસિંહ જાડેજા જામનગર જિલ્લા મહિલા પ્રમુખ મીનાબા સોઢા, શહેર મહિલા પ્રમુખ પ્રીતિબેન જાડેજા, જિલ્લા ઉપપ્રમુખો પૂર્ણાબા જાડેજા, હેતલબેન પ્રજાપતિ, શહેર ઉપપ્રમુખ ગીતાબા, જિલ્લા મહામંત્રીઓ સુરૂભા ઝાલા, જયપાલસિંહ જાડેજા, દેવિકાબેન બરકાણિયા, પ્રજ્ઞનાબા જાડેજા, શહેર મહામંત્રીઓ મહિપતસિંહ ચુડાસમા, હર્ષાબા પરમાર, દીપાલીબા વાળા, મંત્રી સોનલબા સોઢા તેમજ દિવ્યાબેન, પ્રેસમીડિયા પ્રમુખ સંજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં.
આ તકે સ્કૂલના સંચાલક પ્રફુલભાઈ તેમજ આચાર્ય માલદેભાઈ, પરમારભાઈ, રાકેશભાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તથા શિક્ષિકા બહેનોએ જહેમત ઊઠાવી હતી, જ્યારે સુરૂભા ઝાલાએ હેતલબેન પ્રજાપતિએ સહયોગ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial